Health Tips: ડાયાબિટીસના દર્દી માટે દવા જેવું કામ કરે છે આ પાણી, બ્લડ શુગર રહે છે કંટ્રોલમાં
Health Tips: ડાયાબિટીસના દર્દીએ ખાવા-પીવાની સાથે નિયમિત વ્યાયામ પર પણ ધ્યાન આપવું પડે છે. તેમ છતાં કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેતું નથી. આવી ફરિયાદ તમારી પણ હોય તો તમને એક સરળ ઘરેલું ઉપાય જણાવીએ.
Health Tips: ડાયાબિટીસ હોય તેવા લોકોએ ખૂબ જ કાળજીપૂર્વક પોતાના આહારની પસંદગી કરવી પડે છે. તેમણે ખાસ ધ્યાન રાખવું પડે છે કે તેમના આહાર અને જીવનશૈલીના કારણે બ્લડ સુગર લેવલ વધી ન જાય. ડાયાબિટીસના દર્દીએ ખાવા-પીવાની સાથે નિયમિત વ્યાયામ પર પણ ધ્યાન આપવું પડે છે. તેમ છતાં કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેતું નથી. આવી ફરિયાદ તમારી પણ હોય તો તમને એક સરળ ઘરેલું ઉપાય જણાવીએ. આ દેશી ઈલાજની મદદથી તમે બ્લડ શુગરને કંટ્રોલ કરી શકો છો.
આ પણ વાંચો:
Migraine: માઈગ્રેનના દુખાવાને હળવાશથી લેવાની ન કરવી ભૂલ, જીવલેણ સમસ્યાનું બની શકે છે
Health Tips: વારંવાર તરસ લાગવી સામાન્ય નથી... આ બીમારીનું હોય શકે છે લક્ષણ
પીળી જ નહીં કાળી હળદર પણ છે સ્વાસ્થ માટે વરદાન, આ બીમારીઓમાં દવા જેવું કરે છે કામ
ડાયાબિટીસની સ્થિતિમાં સુકા ધાણા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સુકા ધાણા રસોડામાં હોય જ છે. તેનો ઉપયોગ રસોઈમાં થતો હોય છે પરંતુ તેને તમે દવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. કારણ કે સુકા ધાણામાં એવા ગુણ હોય છે જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક સાબિત થાય છે.
સુકા ધાણાનો આ ઉપાય દાદી-નાનીના સમયથી ચાલતો આવે છે. ખાસ વાત એ છે કે આડઅસર વિના તે ખૂબ અસરકારક સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દી જો રોજ ધાણાનું પાણી પીવાનું રાખે છે તો બ્લડ શુગરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
ધાણાનું પાણીનું પાણી સરળતાથી બનાવી શકાય છે. તેના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આખા ધાણાને પલાળી રાખો. ત્યાર પછી સવારે ધાણાને ગાળી અને ખાલી પેટ તેના પાણીને પી જવાનું છે. આ રીતે દિવસની શરુઆત કરશો તો આખો દિવસ બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)