Black Turmeric: પીળી જ નહીં કાળી હળદર પણ છે સ્વાસ્થ માટે વરદાન, આ બીમારીઓમાં દવા જેવું કરે છે કામ

Black Turmeric: કાળી હળદર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે પીળી હળદરની જેમ કાળી હળદર પણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. આજે તમને જણાવીએ કે કાળી હળદર કઈ કઈ સમસ્યાઓમાં લાભ કરે છે.

Black Turmeric: પીળી જ નહીં કાળી હળદર પણ છે સ્વાસ્થ માટે વરદાન, આ બીમારીઓમાં દવા જેવું કરે છે કામ

Black Turmeric: કદાચ જ એવી કોઈ વ્યક્તિ હશે જેને કાળી હળદર વિશે ખબર ન હોય. મોટાભાગે ભારતીય ઘરમાં પીળી હળદરનો ઉપયોગ સૌથી વધુ થાય છે. ઘરના રસોડામાં જોવા મળતા મહત્વના મસાલામાંથી એક હળદર પણ છે. હળદરનો ઉપયોગ દરેક વાનગીમાં થાય છે. પરંતુ પીળી હળદરની સરખામણીમાં કાળી હળદરનો ઉપયોગ ઓછો થાય છે. કાળી હળદર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે પીળી હળદરની જેમ કાળી હળદર પણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. આજે તમને જણાવીએ કે કાળી હળદર કઈ કઈ સમસ્યાઓમાં લાભ કરે છે.

કાળી હળદરના ફાયદા

આ પણ વાંચો:

પાચન સુધરે છે

પેટ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે કાળી હળદર નો ઉપયોગ કરી શકાય છે. કારણ કે કાળી હળદર પાચન સુધારે છે. જો કોઈ વ્યક્તિને ગેસની સમસ્યા હોય તો તેમના માટે આ મસાલો ઉપયોગી સાબિત થાય છે. કાળી હળદર નો પાવડર તૈયાર કરી તેને પાણી સાથે લેવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે.

ત્વચા માટે લાભકારી

પીડી હળદર નો ઉપયોગ તો તમે ચહેરા પર ઘણી વખત કર્યો હશે પરંતુ કાળી હળદર પણ તમારા ચહેરાને ચમકાવી શકે છે. કાળી હળદર ને મધમાં મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી ચહેરા પર નિખાર આવે છે. આ ઉપરાંત ચહેરા પરના ડાર્ક સ્પોર્ટ્સ અને પીમ્પલ પણ દૂર થાય છે.

સાંધાના દુખાવામાં રાહત

જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમણે કાળી હળદરનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે કાળી હળદરની પેસ્ટ બનાવીને દુખાવો હોય તે જગ્યા પર લગાડો. તેનાથી સોજા દૂર થાય છે અને દુખાવામાં પણ રાહત થાય છે. 

ઘા તુરંત રુઝાય છે

શરીર પર કોઈ જગ્યાએ ઈજા થઈ હોય તો સામાન્ય રીતે તેના ઉપર સ્ક્રીમ લગાડવામાં આવે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે ઘા તુરંત રુજાય જાય તો તેના ઉપર હળદરની પેસ્ટ બનાવીને લગાડો. તેનાથી લોહી નીકળતું પણ બંધ થાય છે અને ઘા જલ્દી ભરાઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news