Headache: માથાનો દુખાવો એવી સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે થઈ શકે છે. વરસાદી ઋતુમાં શરદી, ઉધરસના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે લોકો તુરંત જ દવા ખાઈ લેતા હોય છે. પરંતુ જો તમારે માથાના દુખાવા માટે દવા નથી ખાવી તો આજે તમને કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયો જણાવીએ જે માથાનો દુખાવો તુરંત દુર કરે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માથાનો દુખાવો દુર કરતાં ઉપાયો


આ પણ વાંચો:


ચોમાસા દરમિયાન ન ખાવા આ 5 શાક, ખાશો તો પેટમાં પડશે કીડા અને વધશે હોસ્પિટલના ધક્કા


સફેદ ડુંગળી અને લાલ ડુંગળી વચ્ચે શું છે ફરક ? 90 ટકા લોકો નથી જાણતા આ વાત


10 રૂપિયાની આ વસ્તુ બ્લડ સુગર-કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ, 15 દિવસ ટ્રાય કરી જુઓ
 
તુલસી 


તુલસીના પાનનું સેવન કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. આ સિવાય તીવ્ર માથાનો દુખાવો હોય ત્યારે એક કપ પાણીને બરાબર ઉકાળો પછી તેમાં ત્રણ કે ચાર તુલસીના પાન ઉમેરી 5 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેને પી જવું.
 
ગરમ પાણીમાં લીંબુ


આ ઉપાય તુરંત અસર કરે છે તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને પી જવું. તેનાથી માથાનો દુખાવો થોડીવારમાં જ દૂર થઈ જાય છે.  


આદુ


આદુ માથાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે આદુનો રસ અને લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને દિવસમાં એક કે બે વખત પી જવું.  


ફુદીનો


ફુદીનાનો રસ માથાના દુખાવામાં રાહત આપનાર છે. ફુદીનામાં જે મેન્થોન હોય છે તે માથાના દુખાવામાં તરત રાહત આપે છે. તેના માટે ફુદીનાના પાનનો રસ કાઢી અને કપાળ પર લગાવવો જોઈએ.  
 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)