ઉનાળામાં શરીરને ઠંડક આપે છે આ ચાર દાળ, ડેઇલી ડાયટમાં લેવાનું કરો શરૂ, ગરમીમાં પણ હેલ્થ રહેશે સારી
Summer Special Diet: ગરમીની સીઝન એવી હોય છે ત્યારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેને ધ્યાનમાં રાખીને ડાયટમાં પણ ફેરફાર કરવા જરૂરી છે.
Summer Special Diet: ઉનાળો આવે એટલે ખાવા પીવાની આદતમાં ફેરફાર થવા લાગે છે. આ સમય દરમિયાન આપણે એવી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરીએ છીએ જે શરીરને ઠંડક આપે. આ સમય દરમિયાન શરબત અને જ્યુસનું વધારે સેવન કરવામાં આવે છે. કારણ કે તે ઠંડા હોય છે અને ગરમીમાં રાહત આપે છે. ગરમીની સીઝન એવી હોય છે ત્યારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેને ધ્યાનમાં રાખીને ડાયટમાં પણ ફેરફાર કરવા જરૂરી છે. ઉનાળા દરમિયાન પોતાના દૈનિક આહારમાં કેટલીક દાળનો સમાવેશ કરવો જોઈએ જેનાથી શરીરને ઠંડક મળે છે.
આ પણ વાંચો:
કબજિયાતની તકલીફ દુર કરવી હોય તો અકસીર છે આ ઈલાજ, અજમાવશો એટલે તુરંત આવશે પ્રેશર
આ બીમારીઓ હોય તો ન પીવું હળદરવાળું દૂધ, લાભને બદલે થશે નુકસાન
ઉનાળામાં આ 5 વસ્તુઓ શરીરને અંદરથી રાખે છે ઠંડુ, ખાવાથી નથી થતી ડિહાઈડ્રેશનની તકલીફ
મગની દાળ
મગની દાળ ઘણા બધા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન ફાઇબર સહિતના મિનરલ્સ હોય છે જેનું સેવન કરવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. મગની દાળની તસવીર ઠંડી હોય છે તેથી ઉનાળામાં આ દાળ ખાવાથી શરીરને ઠંડક મળે છે અને ગરમીથી રક્ષણ થાય છે.
અડદની દાળ
અડદની દાળની તસવીર પણ ઠંડી હોય છે તેથી ઉનાળામાં ખાવાથી શરીરમાં ઠંડક જળવાઈ રહે છે. સાથે જ તાવ શરીરમાં સોજા જેવી તકલીફો હોય ત્યારે પણ આ દાળ અસરકારક રહે છે.
ચણાની દાળ
ચણાની દાળમાં આયર્ન પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેની તાસીર પણ ઠંડી હોય છે ઉનાળામાં ચણાની દાળ ખાવાથી શરીરમાં ઠંડક જળવાઈ રહે છે. તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે અને પેટ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
સોયાબીન દાળ
સોયાબીન ની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને ડેઇલી ડાયેટમાં લેવાથી શરીરને ઘણા બધા લાભ થાય છે સાથે જ તેને ખાવાથી શરીરનું તાપમાન પણ સ્થિર રહે છે.