Home Remedy For Acidity: એસીડીટીની તકલીફ એવી છે કે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. ઘણા લોકો એવા હોય છે જેમને આ તકલીફ વારંવાર થતી હોય. એસીડીટી એટલે જ્યારે શરીરમાં એસિડ વધારે બનવા લાગે છે તો તેના કારણે પેટમાં અને છાતીમાં બળતરા અને દુખાવો થાય છે. એસીડીટીની તકલીફ હોય ત્યારે કેટલીક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. જો તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો એસીડીટી ની તકલીફ વધી શકે છે. તો જ્યારે પણ તમને એસીડીટી જેવું જણાય ત્યારે આ વસ્તુઓ ખાવાનું ટાળવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટામેટા


શાકથી લઈને સલાડ સુધી દરેક વસ્તુ માટેનો ઉપયોગ થાય છે પરંતુ એસિડિટી હોય ત્યારે તમે ટામેટા ખાશો તો તેનાથી એસીડીટી ની સમસ્યા વધી શકે છે. કારણ કે ટમેટામાં સાઈટ્રિક અને મેલિક એસિડ હોય છે. જે એસીડીટી ને વધારે છે.


આ પણ વાંચો:


ડાયાબિટીસથી બચવા અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાના આ છે સૌથી અસરકારક દેશી નુસખા


ઝડપથી ઘટાડવું હોય વજન તો આ 3 વસ્તુને કહી દો બાય બાય... 30 દિવસમાં જોવા મળશે ફરક


આ 6 ફળ સાથે દવા વિના કરી શકાય છે બ્લડ સુગર કંટ્રોલ, જાણો કેવી રીતે


જામ અને જેલી


જો તમને બ્રેડ ઉપર જામ લગાડીને ખાવાની ટેવ હોય તો એસીડીટી ની તકલીફ હોય ત્યારે આવું કરવાનું ટાડજો. જામ અને જેલી જેવી વસ્તુઓ ખાવાથી પણ એસિડિટી વધી જાય છે. 


કોફી


જો તમને વારંવાર એસીડીટી થતી હોય તો તમારે કોફી પીવાનું પણ ટાળવું જોઈએ. કોફીનું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા વધી જાય છે. તેથી જે લોકોને એસીડીટી ની તકલીફ રહેતી હોય તેમણે ગ્રીન ટી પીવાનું રાખવું જોઈએ.


સોડા

એસીડીટી હોય ત્યારે મોટાભાગના લોકો આ ભૂલ કરે છે કે તેઓ સોડા પીને રાહત મળશે તેવું માને છે. પરંતુ હકીકતમાં જ્યારે એસીડીટી હોય ત્યારે કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવા જોઈએ નહીં. સોડા પીને તમને ઓડકાર તો આવશે પરંતુ તેના કારણે પેટના મસલ્સ પર દબાણ વધે છે અને છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.


ચોકલેટ


જો તમને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય અને એસિડિટી જેવું લાગે ત્યારે ફ્રીજમાંથી ચોકલેટ કાઢીને તમે ખાઈ લેતા હોય તો આ આદતને બદલી દો. ચોકલેટ ખાવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે તે એસિડિટી ને વધારે છે.