ડાયાબિટીસથી બચવા અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાના આ છે સૌથી અસરકારક દેશી નુસખા

Home Remedy To Prevent Diabetes: ડાયાબિટીસ થવાના ઘણા કારણ હોય છે જેમાં સૌથી મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી હોય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે પરંતુ તેને જળમૂળથી મટાડી શકાતું નથી. ત્યારે આજે તમને જણાવીએ કે તમે ડાયાબિટીસના જોખમને કેવી રીતે ઘટાડી શકો છો.

ડાયાબિટીસથી બચવા અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાના આ છે સૌથી અસરકારક દેશી નુસખા

Home Remedy To Prevent Diabetes: ડાયાબિટીસની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જીવનશૈલીના કારણે લોકો નાની ઉંમરમાં ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ડાયાબિટીસ થવાના ઘણા કારણ હોય છે જેમાં સૌથી મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી હોય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે પરંતુ તેને જળમૂળથી મટાડી શકાતું નથી. ત્યારે આજે તમને જણાવીએ કે તમે ડાયાબિટીસના જોખમને કેવી રીતે ઘટાડી શકો છો.

આખા અનાજ ખાવા

ડાયાબિટીસથી બચવા માટે રિફાઇન્ડ અનાજને બદલે આખા અનાજનું સેવન શરૂ કરવું જોઈએ. રિફાઇન્ડ અનાજની સરખામણીમાં આખા અનાજ ફાઇબરથી ભરપૂર હોય છે અને તે સુગર સ્પાઈકને ઘટાડે છે. તેનાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટી જાય છે.

આ પણ વાંચો:

મીઠી વસ્તુથી દૂર રહો

ડાયાબિટીસથી બચવું હોય તો સૌથી જરૂરી છે કે તમે ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. ફળના રસ મીઠાઈ વગેરેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. એક સંશોધન અનુસાર જે લોકો દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ખાંડ યુક્ત આહાર લે છે તેને ડાયાબિટીસ થવાનું જોખમ ૩૦ ટકા વધી જાય છે.

કસરત કરો

ડાયાબિટીસથી બચવું હોય તો નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવાથી ડાયાબિટીસથી બચી શકાય છે અને તેનાથી વધતું વજન પણ અટકે છે.

ઊંઘ પૂરી કરો

ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીનું સૌથી મોટું કારણ અપૂરતી ઊંઘ હોઈ શકે છે. તેથી સ્વસ્થ રહેવું હોય તો નિયમિત રીતે સારી ઊંઘ કરવી જરૂરી છે. ડાયાબિટીસથી બચવા માટે રોજ સાતથી આઠ કલાકની નીંદર કરવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો:

સવારે નાસ્તો

સવારનો નાસ્તો ડાયાબિટીસથી બચાવી શકે છે. લાંબા સમય સુધી ભૂખ્યું રહેવું તેનાથી મેટાબેલીઝમ પર પણ અસર થાય છે અને બ્લડ સુગર લેવલ પણ પ્રભાવિત થાય છે. તેથી સવારનો નાસ્તો હંમેશા કરવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news