વારંવાર હાથ ધોવા સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક? તમે બની શકો છો આ બીમારીના શિકાર
હાથ ધોવા સારી વાત છે. બહારથી આવીને કે સંક્રમિત વસ્તુને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા એક સારી અને સ્વચ્છ આદત હોઈ શકે છે. પરંતુ જરૂરિયાત કરતાં વધારે વખત હાથ ધોવાથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે.
Frequent Hand Washing be Harmful: હાથ ધોવા સારી વાત છે. બહારથી આવીને કે સંક્રમિત વસ્તુને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા એક સારી અને સ્વચ્છ આદત હોઈ શકે છે. પરંતુ જરૂરિયાત કરતાં વધારે વખત હાથ ધોવાથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે. કોરોના પછી લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ વધી છે. તેના પછી લોકો હંમેશા પોતાની સાથે સેનિટાઈઝર રાખવા લાગ્યા છે. લોકો થોડી વારમાં હાથને સાબુથી ધોવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર હાથ ધોવાના કારણે તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
શું કહે છે હેલ્થ એક્સપર્ટ:
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા આર્ટિકલ અનુસાર વારંવાર હાથ ધોવા એક સાઈકોલોજિકલ ડિસઓર્ડર છે. એસ્ટર વ્હાઈટફીલ્ડ હોસ્પિટલ, બેંગલ્રોમાં ઈન્ટર્નલ મેડિકલ કન્સલ્ટન્ટ ડૉ. એસ.એમ. ફૈયાઝે જણાવ્યું કે હાઈજીન મેન્ટેન કરવું જરૂરી છે. પરંતુ તે હાઈજીનની આડમાં તમારી સ્કીનની સાથે તમે છેતરપિંડી કરી રહ્યા છેો. આ સાઈકોલોજિકલ ડિસઓર્ડરને ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર એટલે OCD કહેવાય છે. આ ડિસઓર્ડરમાં માણસને કોઈ એક આદતને વારંવાર પુનરાવર્તિત કરવાની ટેવ પડી જાય છે. જેમ કે હાથ ધોવા, દરવાજા બંધ કે નહીં તે ચેક કરવા.
વારંવાર હાથ ધોવાથી શું થશે:
ડૉ. એસ.એમ. ફૈયાઝ જણાવે છે કે હાથને વારંવાર ધોવાથી સ્કિન ખરાબ થઈ જાય છે .વારંવાર સેનિટાઈઝર કે હેન્ડવોશનો યુઝ કરવાથી કેમિકલ હાથના સંપર્કમાં આવે છે. જેનાથી સ્કિનનું કુદરતી ઓઈલ ખતમ થવા લાગે છે. તેનાથી સ્કિન ડ્રાય થઈ જાય છે. સ્કિનમાં ખંજવાળની સમસ્યા થાય છે. અનેકહાથ હથેળી ફાટવા લાગે છે અને તેમાંથી સ્કિન પોપડીની જેમ નીકળવા લાગે છે. સ્કિન સિવાય અન્ય સમસ્યાઓની વાત કરીએ તો હાથને વારંવાર ધોવાની બિમારીના કારણે માણસ તણાવમાં રહે છે. કેમ કે તેનાથી ઓક્સિડેસિવ સ્ટ્રેસ લેવલ વધવા લાગે છે. વારંવાર હાથને સાબુથી ધોવા પર એક્ઝિમા રોગ થઈ શકે છે. આ સ્કિન સંબંધિત એક રોગ છે. જેમાં સ્કિન લાલ થઈ શકે છે. તેમાં સોજો અને તિરાડ પડવા લાગે છે.
કેટલી હાથ હાથ ધોવા જોઈએ:
હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો દિવસમાં 5થી 10 વખત હાથ ધોવા બરાબર છે. તેનાથી વધારે ગંભીર બની જાય છે. સાથે જ હાથ ધોવા માટે કેટલોક સમય નિર્ધારિત છે. જેમ કે ખોરાક ખાતા પહેલાં, ફ્રેશ થયા પછી કે બહારથી ઘરે આવ્યા પછી હાથ હોવા જરૂરી છે. કોઈ દૂષિત વસ્તુનો સ્પર્શ કર્યા પછી પણ હાથ ધોવા જોઈએ. તે સિવાય ઉધરસ કે શરદી કે મોંના સંપર્કમાં આવ્યા પછી હાથને ધોવાની સલાહ આપવામાં આવે છે.
આ ટેવથી કઈ રીતે છૂટકારો મેળવી શકાય:
હાથ ધોવા માટે યોગ્ય હેન્ડવોશનો ઉપયોગ કરો.
હાથ ધોયા પછી કોઈ સારા મોઈશ્વરાઈઝરનો ઉપયોગ કરો. તેનાથી હાથ નરમ રહેશે.
વધારે ગરમ પાણીથી હાથ ધોવાની જગ્યાએ થોડા ગરમ પાણીનો ઉપયોગ કરો.
Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.