Health Tips: ગરમીના કારણે વારંવાર તરસ લાગે તે સામાન્ય વાત છે. પરંતુ પાણી પીધા પછી પણ તમને તરસ લાગી હોય તેવું જ લાગે તો આ વાતને હળવાશથી ન લેવી. કારણ કે આ સ્થિતિ બીમારીના કારણે પણ હોઈ શકે છે. વારંવાર તરસ લાગવી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી આવી સ્થિતિ હોય તો તેની અવગણ ના કરવાને બદલે તેના કારણો વિશે જાણકારી મેળવવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારંવાર સરસ લાગવાના કારણ


આ પણ વાંચો:


માસિક ધર્મના દુખાવાને દવા વિના દુર કરશે 3 મસાલા, આ રીતે ઉપયોગ કરશો તો તુરંત થશે અસર


પીળી જ નહીં કાળી હળદર પણ છે સ્વાસ્થ માટે વરદાન, આ બીમારીઓમાં દવા જેવું કરે છે કામ


Chia Seeds: આ 3 બીમારી હોય તેણે ન ખાવા ચિયા સીડ્સ, ખાશો તો વધી જાશે હોસ્પિટલના ધક્કા


ડ્રાય માઉથ


વારંવાર તરસ લાગવાનું એક કારણ ડ્રાય માઉથ હોઈ શકે છે. જો તમને વારંવાર સરસ લાગતી હોય તો તેનું કારણ હોઈ શકે છે કે તમારી સલાઈવા ગ્લેન્ડ પર્યાપ્ત માત્રામાં સલાઈવા ઉત્પન્ન ન કરતી હોય તો મોઢું અને જીભ બરાબર ભીના થતા નથી અને તેના કારણે જીભ અને મોઢું સુકાયેલું રહે છે. જેના કારણે તમને તરસ લાગી હોય તેવી અનુભૂતિ વારંવાર થાય છે. 


ડાયાબિટીસ


વારંવાર તરસ લાગવાનું કારણ ડાયાબિટીસ પણ હોઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે કિડનીને તમારા રક્તમાંથી વધારે પ્રમાણમાં શુગર મળે છે. ગ્લુકોઝ બહાર કાઢવા માટે વારંવાર પેશાબ લાગે છે અને બોડી ડીહાઈડ્રેટ થાય છે. તેવામાં તમને વારંવાર તરસ લાગે છે.


અપચ


વારંવાર તરસ લાગવાનું કારણ પાચનતંત્રમાં સમસ્યા પણ હોઈ શકે છે. વધારે પડતું મસાલેદાર ખાવાથી પેટમાં સમસ્યા થઈ શકે છે જેના કારણે તમને વારંવાર તરસ લાગી શકે છે. 


વધારે પ્રમાણમાં પરસેવો


જો તમને ગરમીના કારણે પરસેવો વધારે આવતો હોય ત્યારે પણ વારંવાર તરસ લાગે છે કારણ કે પરસેવાના માધ્યમથી શરીરમાં રહેલું પાણી નીકળી જાય છે તેના કારણે પાણી પીવાની ઈચ્છા તીવ્ર બને છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)