Health Tips: વાસી રોટલી ફેંકતા પહેલાં આટલું જાણી લેજો, સ્વાસ્થ્ય માટે ફાયદા જાણીને અચરજમાં પડી જશો
રાત્રીના બચેલું ભોજનને સવારે ડસ્ટબીનના ફેંકી દેવાની ખરાબ આદત આજે ઘણા લોકોમાં છે. આ ભોજન ખરાબ ન થયું હોવા છતાં લોકો તેને મોટી બેદરકારી સાથે ડસ્ટબીનમાં ફેંકી દે છે. ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગનાઈઝેશનની એક રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે આશરે 40 ટકા ભોજન બર્બાદ થાય છે. જો કે ઘણા લોકોને નથી ખબર કે કેટલીક વાસી ખાદ્ય વસ્તુઓના પણ અનેક ફાયદા હોય છે. તેમાંથી એક છે રોટલી. રાત્રીના બચેલી રોટલીના છે ફાયદા જાણી તમે પણ ચોંકી ઉઠશો. આવો જાણીએ સમગ્ર માહિતી.
નવી દિલ્હીઃ રાત્રીના બચેલું ભોજનને સવારે ડસ્ટબીનના ફેંકી દેવાની ખરાબ આદત આજે ઘણા લોકોમાં છે. આ ભોજન ખરાબ ન થયું હોવા છતાં લોકો તેને મોટી બેદરકારી સાથે ડસ્ટબીનમાં ફેંકી દે છે. ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગનાઈઝેશનની એક રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે આશરે 40 ટકા ભોજન બર્બાદ થાય છે. જો કે ઘણા લોકોને નથી ખબર કે કેટલીક વાસી ખાદ્ય વસ્તુઓના પણ અનેક ફાયદા હોય છે. તેમાંથી એક છે રોટલી. રાત્રીના બચેલી રોટલીના છે ફાયદા જાણી તમે પણ ચોંકી ઉઠશો. આવો જાણીએ સમગ્ર માહિતી.
ડાયાબિટીઝના રોગિઓને ફાયદો-
ડોક્ટર્સ કહે છે કે ડાયાબિટીઝના દર્દીઓ માટે વાસી રોટલી ઘણી ફાયદાકારક છે. રોજ સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી તમારા શરીરમાં શુગરનું લેવલ બેલેન્સ રહે છે. વાસી રોટલીથી શરીરમાં ઈનફ્લેમેશનની સમસ્યાથી પણ રાહત મળે છે.
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ-
બ્લડપ્રેશરના રોગિયો માટે પણ વાસી રોટલી ખાવી લાભકારી છે. સવારે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
એસિડિટીથી રાહત-
એસિડિટી અને કબજીયાતની સમસ્યાથી પીડિત લોકોને વાસી રોટલી ખાવાથી રાહત મળી શકે છે. સવારે દૂધ સાથે વાસી રોટલીનું સેવન કરવાથી એસિડિટી અને કબજીયાતની સમસ્યાથી રાહત મળે છે.
જીમ જતા લોકો માટે ફાયદાકારક-
બહું ઓછા લોકોને ખબર હોય છે કે જીમ જતા લોકો માટે પણ વાસી રોટલી ફાયદાકારક છે. જીમમાં મસલ્સ ગેઈન કરવા માટે વાસી રોટલીના અનેક ફાયદા છે. એક પ્રોફેશનલ જીમ ટ્રેનર પાસેથી તમે તેના ફાયદા જાણી શકો છો.
તાજી રોટલીથી વધુ પોષ્ટિક-
તાજી રોટલીની અપેક્ષાએ વાસી રોટલી વધુ પોષ્ટિક હોય છે. કારણ કે લાંબા સમયથી રાખેલી રોટલીમાં બેક્ટેરિયા હોય છે, તેનાથી પણ ઘણો ફાયદો થાય છે. જો કે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું કે આ રોટલી 12-16 કલાકથી વધુ વાસી ન હોય.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.