મીઠું ઝેરઃ ફ્રૂટ જ્યુસ કે કોલ્ડ ડ્રિંક્સ, તમારા બાળકો માટે વધારે ખતરનાક શું?
આપણે નાના બાળકોને ગમે ત્યારે ઠંડાપીણા આપી દેતા હોઈએ છીએ, પરંતુ આ આદત તેના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. એક રિસર્ચમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ નાના બાળકોને સુગર ડ્રિંક્સ આપવું ન માત્ર તેના દાંતો માટે હાનિકારક હોય છે, પરંતુ આ તેના માટે મીઠું ઝેર સાબિત થઈ શકે છે. સુગર ડ્રિંક્સ પીતા બાળકોમાં ભવિષ્યમાં મોટાપાનો ખતરો પણ વધી શકે છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે જે બાળકોને બાળપણમાં ફળના જ્યુસની જગ્યાએ સુગર ડ્રિંક્સ આપવામાં આવતું હતું, તેનું 24 વર્ષની ઉંમરમાં વધુ વજન હોવાની સંભાવના વધારે હતી.
સ્વાનસી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયકોલોજી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જન્મથી લઈને વ્યવસ્કતા સુધી 14 બજારથી વધુ બ્રિટિશ બાળકોના ડાઇટની આદતોને ટ્રેક કરવામાં આવી. અભ્યાસમાં સામે આવ્યું કે જે બાળકો બે વર્ષની ઉંમર પહેલા કોલ્ડ ડ્રિંક્સ કે મીઠા ફળોના સિરપ જેવા સુગર રિચ ડ્રિંક્સ પીતા હતા, તેના વજનમાં વધારે વધારો જોવા મળ્યો. શોધકર્તાઓ અનુસાર આ ડ્રિંક્સમાં રહેલી એક્સ્ટ્રા ખાંડ ન માત્ર બાળકોનું વજન વધારે છે, પરંતુ અનહેલ્ધી ખાવાની આદતોને પણ જન્મ આપે છે.
રિસર્ચનું પરિણામ શું આવ્યું?
રિસર્ચમાં તે પણ જાણવા મળ્યું કે ફળનો રસ પીનારી યુવતીઓનું વજન ઓછું હતું, જ્યારે યુવકોના વજનમાં કોઈ ખાસ અંતર જોવા મળ્યું નહીં. નિષ્ણાંતોનું માનવું છે કે ફળના રસમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે બાળકોને જલ્દી તૃપ્તિનો અહેસાસ અપાવે છે. તો મીઠા સુગર ડ્રિંક્સમાં ફાઇબર હોતું નથી, જેનાથી બાળકોને જલ્દી ભૂખ લાગે છે અને તે વધુ જમે છે.
આ પણ વાંચોઃ લિવર ફેટી છે કે નહીં, તમારા કોલરની સાઇઝથી પડી જશે ખબર, આ રીતે કરો ચેક
એક્સપર્ટનું નિવેદન
રિસર્ચના મુખ્ય લેખક ડો. લુઈસ બાર્કરનું કહેવું છે કે માતા-પિતાએ પોતાના બાળકોને સુગર ડ્રિંક્સ આપવાની ટેવ ન પાડવી જોઈએ. તેનું સૂચન છે કે બાળકોને પાણી પીવડાવવાની ટેપ પાડવી જોઈએ અને સુગર ડ્રિંક્સનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ. સાથે માતા-પિતાએ પોતાના બાળકોને હેલ્ધી ખાવાની આદત પાડવી જોઈએ, જેમાં ફળ, શાકભાજી અને આખા અનાજ સામેલ હોય.
આ રિસર્ચ તે વાતનું પણ પ્રમાણ છે કે બાળપણમાં ખાવા-પીવાની આદતો વ્યસ્કના જીવનમાં મેદસ્વતીના ખતરાને ખુબ હદ સુધી પ્રભાવિત કરે છે. માતા-પિતાએ પોતાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને તેને બાળપણથી સ્વસ્થ ખાવાની આદત પાડવી જોઈએ.