Food For Headache: આજના સમયમાં લોકોને માથાનો દુખાવો થાય તે સામાન્ય વાત થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે માથાના દુખાવાનું કારણ ઊંઘ ન થવી હોઈ શકે છે. પરંતુ કેટલાક લોકોને તો ઊંઘ કર્યા પછી જ્યારે તેઓ જાગે ત્યારે પણ માથામાં દુખાવો હોય છે. આવી સ્થિતિમાં કંઈ પણ વસ્તુ ખાવા પીવાની પણ ઈચ્છા થતી નથી. પરિણામે લોકો પેન કિલર ખાવાનું શરૂ કરે છે. પરંતુ વારંવાર થતા માથાના દુખાવા માટે પેનકિલર ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માથામાં દુખાવો થવાના ઘણા બધા કારણ હોય છે. તેમાંથી એક કારણ ભોજન પણ હોઈ શકે છે. જો તમારા આહારમાં પોષક તત્વોની ખામી હોય તો તેના કારણે પણ તમને માથામાં દુખાવો રહી શકે છે. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી તમને માથાના દુખાવાથી મુક્તિ મળી શકે છે. 


માથાનો દુખાવો દુર કરી વસ્તુઓ


આ પણ વાંચો:


Health Tips: Diabetes ના દર્દીએ પીવી જોઈએ આ ચા, blood sugar રહે છે કંટ્રોલમાં


ઘરના રસોડાના આ મસાલા અનિયમિત માસિકની સમસ્યા કરશે દુર, જાણો ઉપયોગની સાચી રીત


શરદી-ઉધરસના કારણે થતા ગળાના દુખાવાને તુરંત દુર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય


સફરજન


જો તમને વારંવાર માથામાં દુખાવો થતો હોય તો સફરજન તમારી સમસ્યાનું સમાધાન બની શકે છે. ડાયટમાં સવારે સફરજન લેવાથી માથાના દુખાવાની સમસ્યા ધીરે ધીરે દૂર થવા લાગે છે. કારણ કે સફરજન માં પોટેશિયમ ફાઇબર વિટામિન સી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરની આ સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 


દહીં અથવા તો છાશ


જો તમને રોજ માથું ભારે રહેતું હોય તો ભોજનમાં દહીં અથવા તો છાશ લેવાનું શરૂ કરો. દહીં અને છાશ શરીરને ડીહાઈડ્રેટ થતાં અટકાવે છે અને જેના કારણે માથાનો દુખાવો પણ મટે છે.


નાળિયેર પાણી


માથાનો દુખાવો વારંવાર થતો હોય તેણે પોતાના બોડીને હાઇડ્રેટ રાખવાના પ્રયત્ન કરવા. તેના માટે નાળિયેર પાણી પણ ગુણકારી વસ્તુ છે. નાળિયેર પાણી પીવાથી માથાનો દુખાવાની સમસ્યા દૂર થઈ શકે છે.


આ ત્રણ વસ્તુ સિવાય દૈનિક આહારમાં તમે કેળા, એવોકાડો, રાસબરી, તરબૂચ, શકરટેટી જેવા ફળનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફળ ખાવાથી પણ માથાના દુખાવાની સમસ્યાથી ધીરે ધીરે રાહત મળવા લાગે છે કારણ કે તેના માધ્યમથી શરીરને જરૂરી પોષણ મળી રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)