Health Tips: ઉનાળામાં ચીકુ ખાઓ અને ચકાચક રહો, જાણી લો ચીકુ ખાવાના છે આટલા ફાયદા
ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદે ગળ્યું હોય છે ચીકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. ચીકુ ઉનાળો તેમજ શિયાળોમાં મળતા હોય છે. જો ભોજન આરોગ્યા બાદ ચીકુનું સેવન કરવામા આવે તો તેનાથી ઘણો લાભ થાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ચીકૂ ગુણોથી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ ફળ છે. ઉનાળામાં ચીકુનું સેવન લાભદાયક છે. ચીકૂમાં 71 ટકા પાણી , 1.5 ટકા પ્રોટીન અને 25.5 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. સાથે જ એમાં વિટામિન એ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીકૂમાં 14 ટકા શર્કરા પણ હોય છે. એમાં ફાસ્ફોરસ અને લૌહ તત્વ ઘણી માત્રામાં હોય છે. ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદે ગળ્યું હોય છે ચાકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. ચીકુ ઉનાળો તેમજ શિયાળોમાં મળતા હોય છે. જો ભોજન આરોગ્યા બાદ ચીકુનું સેવન કરવામા આવે તો તેનાથી ઘણો લાભ થાય છે.
Onion Benefits: અનેક બીમારીઓથી બચાવે છે ડુંગળી, જાણો કોરોના સામે કઈ રીતે રક્ષણ આપશે ડુંગળી
ચીકુ ખાવાથી હાડકા મજબૂત બને છે તેમાં રહેલું કેલ્શિયમ, આયન અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવા ખુબજ ફાયદો કરે છે. ચીકુમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું હોય છે જે આંખોના તેજ માટે ખુબજ આવશક છે. તેનો ઉપયોગ કરવાથી આંખોના નંબર પણ દૂર કરી શકાય છે.નાના બાળકોને ચીકુ ખવડાવવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. તેમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીવાઈરલ હોવાથી શરીરને ફાયદો કરે છે. તે શરીરમાં આવતા બેકટેરિયા ને રોકે છે. તેમાં રહેલું વિટામિન સી શરીરના રહેલા બેક્ટેરિયા નો નાશ કરે છે. તેમાં રહેલું એન્ટીબેકટેરિયલ અને ફાઇબર કેન્સર ને થતું અટકાવે છે.
Health Tips: વજન ઘટાડવાની સાથે શરીર માટે ફાયદારૂપ છે આ બીજ, દૂધમાં નાખીને કરો સેવન થશે ફાયદો
1-આંખો માટે ફાયદારૂપ
ચીકુમાં વિટામીન A પૂરતા પ્રમાણમાં હોવાથી આંખોની દૃષ્ટિ વધુ લાંબા સમય સુધી ટકી રહે છે. સાથે જો આંખો મા પીડા થતી હોય અથવા તો દેખાવામાં તકલીફ થતી હોય તો ચીકુ રોજ ખાવા જોઈએ.
2- પેટની સમસ્યામાં ફાયદારૂપ
ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અથવા અપચા જેવી તકલીફોમાંથી રાહત આપે છે. ચીકું રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે. ચીકુમાં મીઠું નાખીને ખાવા થી કબજિયાત તો દુર થાય જ છે પણ સાથોસાથ જાડાપણું પણ ઓછુ થાય છે.
3-શરીને એનર્જી મળશે
ચીકુના સેવનથી ગ્લુકોઝની માત્રા સરભર થવાથી શરીર ને શક્તિ મળે છે.આખો દિવસ કામ-કાજ કરીને થાકતા લોકોએ ચીકુનું સેવન કરવું જોઈએ..
4-કેન્સર માટે બેસ્ટ
ચીકુ શરીરને સ્વસ્થ રાખવામા ઘણું લાભદાયી છે. ચીકુ કેન્સર જેવા જીવલેણ રોગમાં શરીરની રક્ષા કરે છે. જો કોઇપણ વ્યક્તિ ને કોલન કેન્સર, ઓરલ કેવીટી તેમજ ફેફસાંનુ કેન્સર હોય તો તેને રોજ ચીકુ ખાવા જોઈએ.
5-એન્ટી એન્ફ્લામેટરી તત્વો
ચીકુને એન્ટી-ઇન્ફલેમેંટરી એજન્ટ માનવામા આવે છે અને તેનાથી કબજિયાત, જાળા તેમજ આંખ સંબંધિત એનીમિયા જેવો રોગો સામે રક્ષણ મળે છે. આ સિવાય તે આંતરડાની શક્તિ વધારી હ્રદયનેલગતી બીમારીઓ થતી અટકાવે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો નિયમિત ચીકુનું સેવન કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube