Onion Benefits: અનેક બીમારીઓથી બચાવે છે ડુંગળી, જાણો કોરોના સામે કઈ રીતે રક્ષણ આપશે ડુંગળી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ડુંગળીનું નિયમિત સેવન કરવું આપણાં માટે ખુબ જ લાભદાયક છે. ડુંગળીમાં એવા અનેક ગુણકારી તત્વો રહેલાં છે જેનાથી આપણાં શરીરને મોટો લાભ થાય છે. એટલું જ નહીં નિયમિત ડુંગળી ખાવાથી આપણને અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે. કોરોના કાળમાં જ્યાં સૌ કોઈ રોગપ્રતિક શક્તિ વધારવાની વાત કરી રહ્યું છે. ત્યારે ડુંગળીના સેવનથી ઈમ્યૂનિટીમાં પણ જબરદસ્ત વધારો થાય છે. એમાંય નિયમિત કાચી ડુંગળીના સેવનના અનેક ફાયદા છે, જાણીને તમે પણ ચોંકી જશો.
 

દરરોજ ખાલી પેટે કાચી ડુંગળી ખાવાની ફાયદા

1/6
image

ગરમીમાં લૂ થી બચવા રોજ કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળીમાં રહેલાં ગુણકારી તત્વો આપણને લૂ સહિત અનેક બીમારીથી બચાવે છે. સાથે જ ડુંગળી આપણી ઈમ્યૂનિટીમાં પણ વધારો થાય છે. એટલું જ નહીં ડુંગળી ખાવાના કારણે આપણું પાચનતંત્ર પણ સારું રહે છે. કાચી ડુંગળી નિયમિત ખાવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.  

કાચી ડુંગળી છે હાર્ટ માટે ફાયદાકારક

2/6
image

કાચી ડુંગળીમાં અનેક ગુણો રહેલાં છે. નિયમિત કાચી ડુંગળી ખાવાથી હાર્ટની લગતી સમસ્યાથી બચી શકાય છે. એટલું જ નહીં એનાથી હાર્ટ અટેકનો ખતરો ખુબ જ ઓછો થઈ જાય છે.

ડુંગળીના સેવનથી હાડકાં મજબૂત બને છે

3/6
image

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલચરની માનીએ તો ડુંગળીમાં 25.3 મિલિગ્રામ કૈલ્શિયમ હોય છે. અને કૈલ્શિયમ આપણાં હાડકાં માટે ખુબ જ આવશ્યક છે. ડુંગળીના સેવનથી હાડકાં મજબૂત થાય છે.

ડુંગળીના સેવનથી વધે ઈમ્યૂનિટી

4/6
image

કોરોના કાળમાં આજે સૌ કોઈ ઈમ્યૂનિટી વધારવાની વાત કરી રહ્યું છે. ત્યારે તમારા રસોડામાં પડેલી ડુંગળી પણ ઈમ્યૂનિટી વધારવા માટે મહત્ત્વની છે. કારણકે, ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કેંસર તત્વો જોવા મળે છે.

અસ્થમાના દર્દીઓ માટે અકસીર ઔષધ છે ડુંગળી

5/6
image

ઘણીવાર આપણને કોઈક એલર્જીના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઉભી થતી હોય છે. ત્યારે જે લોકોને અસ્થમાની બીમારી છે તેમના માટે ડુંગળીનું સેવન એ ઔષધ સમાન છે. ડુંગળીમાં રહેલું ફ્લૈવનોયડ્સ અસ્થમાના દર્દીઓ સરળતાતી શ્વાસ લઈ શકે તેના માટે મદદ કરે છે.

બ્લડ શુગર કંટ્રોલ કરે છે ડુંગળી

6/6
image

ડાયબિટીઝ અને પ્રીડાયબિટીઝ વાળા લોકો માટે પણ ડુંગળી ખુબ જ લાભદાયક છે. કારણકે, ડુંગળી બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલું સલ્ફર નામનું તત્વ શરીરમાં એન્ટીડાયબિટીકની રીતે કામ કરે છે.

(નોંધઃ જોકે, કોઈપણ ઉપાય કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે)