Garlic: લસણનો રસ આ બીમારી માટે સાબિત થાય છે દવા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Garlic: આયુર્વેદમાં પણ લસણને સ્વાસ્થ્ય માટે ચમત્કારી કહેવામાં આવ્યું છે. લસણમાં એવા ઔષધીય ગુણ હોય છે જે શરીરની ગંભીર બીમારીનો પણ નાશ કરી શકે છે. પરંતુ લસણથી થતા આ લાભ ત્યારે જ થાય છે જ્યારે તેનો ઉપયોગ સાચી રીતે કરવામાં આવે. ઘણા લોકો લસણનો ઉપયોગ તો કરે છે પરંતુ તેમને લાભ થતો નથી કારણ કે કયા સમયે લસણ ખાવું અને કેટલું લસણ ખાવું તે જાણકારીનો અભાવ હોય છે.
Garlic: લસણનો ઉપયોગ દરેક ઘરમાં રસોઈમાં કરવામાં આવે છે. લસણથી ભોજનનો સ્વાદ વધે છે. કેટલાક લોકો લસણનો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરે છે. ખાસ તો હાર્ટ સંબંધિત સમસ્યાઓમાં લસણને ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ ફક્ત હાર્ટ સંબંધિત સમસ્યામાં જ નહીં લસણ ચાર અન્ય સમસ્યાનો પણ ઈલાજ સાબિત થઈ શકે છે.
આયુર્વેદમાં પણ લસણને સ્વાસ્થ્ય માટે ચમત્કારી કહેવામાં આવ્યું છે. લસણમાં એવા ઔષધીય ગુણ હોય છે જે શરીરની ગંભીર બીમારીનો પણ નાશ કરી શકે છે. પરંતુ લસણથી થતા આ લાભ ત્યારે જ થાય છે જ્યારે તેનો ઉપયોગ સાચી રીતે કરવામાં આવે. ઘણા લોકો લસણનો ઉપયોગ તો કરે છે પરંતુ તેમને લાભ થતો નથી કારણ કે કયા સમયે લસણ ખાવું અને કેટલું લસણ ખાવું તે જાણકારીનો અભાવ હોય છે જેના કારણે લસણથી થતા ફાયદાને બદલે નુકસાન સહન કરવા પડે છે.
આ પણ વાંચો: શા માટે ચોમાસામાં ઉકાળેલું પાણી પીવાની સલાહ અપાય છે ખબર છે? નથી જાણતા તો જાણો કારણ
લસણ શરીરને ફાયદો કરે છે પરંતુ જો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાન પણ કરે છે. હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખાલી પેટ એટલે કે સવારે લસણની એક કે બે કળી જ ખાવી જોઈએ તેનાથી વધારે ખાવાથી નીચે દર્શાવ્યા અનુસારની સમસ્યા થઈ શકે છે.
લસણ ખાવાથી થતા નુકસાન
- જો વધારે માત્રામાં લસણ ખાવામાં આવે તો એલર્જી થઈ શકે છે આ સિવાય લસણ ખાવાથી મોઢાનો સ્વાદ થોડી કલાકો માટે બગડી પણ શકે છે તેનાથી મોઢામાંથી વાસ પણ આવે છે.
- જે લોકોને પેટ સંબંધિત કોઈ બીમારી હોય અથવા તો પાચન નબળું હોય તેવો લસણનું સેવન કરે તો અપચો અને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: Tea: આ રીતે બનાવશો ચા તો પીધા પછી નહીં થાય ગેસ અને એસિડિટીની સમસ્યા
- લસણ ફાયદો કરે છે એવું માનીને જો તમે વધારે માત્રામાં લસણ ખાવા લાગશે તો તેનાથી રક્ત પાતળું થઈ જશે જેના કારણે ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.
લસણથી શું નુકસાન થઈ શકે તે તો તમે જાણી લીધું હવે તમને જણાવીએ કે લસણથી ચમત્કારી લાભ કેવી રીતે મેળવવા અને તેનું સેવન કયા સમયે કરવું યોગ્ય રહે છે. લસણના રસને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જો લસણના રસનો દવા તરીકે ઉપયોગ કરો તો તેનાથી ઘણી બધી બીમારીઓથી છુટકારો મળી શકે છે.
આ ચાર બીમારીમાં લસણ કરે છે ફાયદો
આ પણ વાંચો: બ્લડ સુગર કંટ્રોલમાં રાખવું હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ઉમેરી દો આ વસ્તુ
- જે વ્યક્તિને દમની સમસ્યા હોય તેને રોજ લસણના રસના 10 ટીપામાં બે ટીપા મધ ઉમેરી એક ગ્લાસ પાણી સાથે પી જવું.
- ગળામાં દુખાવો હોય કે ઉધરસની સમસ્યા હોય તો લસણના રસના 20 ટીપાને એક ગ્લાસ દાડમના જ્યુસમાં મિક્સ કરીને પી જવું. તેનાથી કોઈપણ પ્રકારની ઉધરસ હોય તો તે મટી જશે. જોકે લસણના રસનું સેવન ભોજન કર્યા પછી જ કરવું.
- જો ખાલી પેટ લસણની એક કળી ખાવામાં આવે તો શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. લસણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી ગુડ કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: રોજ હળદરનું પાણી પીવાથી આ 5 સમસ્યા દવા વિના થશે દુર, જાણો કયા સમયે પીવું?
- લસણમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. કેટલીક રિસર્ચ અનુસાર લસણનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ ઘટી શકે છે.
- કાચુ લસણ ખાવાથી વ્યક્તિનું મગજ સંતુલિત રહે છે. તેનાથી ડિપ્રેશન જેવી સમસ્યાનું જોખમ ઘટે છે. તે માનસિક પરેશાનીથી પણ બચાવે છે અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)