Boiled Water: શા માટે ચોમાસામાં ઉકાળેલું પાણી પીવાની સલાહ અપાય છે તે ખબર છે? નથી જાણતા તો જાણી લો કારણ

Boiled Water Benefits: આ સિઝનમાં સ્વસ્થ રહેવા માટે લોકો દૂષિત પાણી ન પીવાની સલાહ આપે છે અને સાથે જ પાણીને ઉકાળીને પીવાની સલાહ પણ મળે છે. આવું શા માટે હોય છે આજે તેનું કારણ જણાવીએ. 

Boiled Water: શા માટે ચોમાસામાં ઉકાળેલું પાણી પીવાની સલાહ અપાય છે તે ખબર છે? નથી જાણતા તો જાણી લો કારણ

Boiled Water Benefits: કાળઝાળ ગરમી અને બફારાથી ટૂંક સમયમાં હવે રાહત મળવાની છે. કારણ કે ગણતરીના દિવસોમાં જ હવે વરસાદી વાતાવરણનો આનંદ માણવાનો સમય શરૂ થઈ જશે. ચોમાસુ લોકોને ગરમીથી રાહત આપવાનું કામ કરે છે. કેરળ, મુંબઈ અને પુણે સહિતના દેશના ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત આપનાર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસુ શરૂ થતા જ ગરમીથી તો રાહત મળી જાય છે પરંતુ આ સિઝનમાં બીમારીઓ વધી જતી હોય છે. ખાસ તો આ સીઝનમાં પાણીજન્ય રોગ વધી જતા હોય છે. આ સિઝનમાં સ્વસ્થ રહેવા માટે લોકો દૂષિત પાણી ન પીવાની સલાહ આપે છે અને સાથે જ પાણીને ઉકાળીને પીવાની સલાહ પણ મળે છે. આવું શા માટે હોય છે આજે તેનું કારણ જણાવીએ. 

ચોમાસાની શરૂઆત થાય એટલે સ્વાસ્થ્ય વિભાગ લોકો પાણીને લઈને સજાગ રહેવાનું સૂચિત કરે છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી લોકોને સાફ-સફાઈ પર ધ્યાન આપવાનું અને સ્વચ્છ પાણી પીવાનું કહેવામાં આવે છે. સાથે જ કહેવાય છે કે પાણીને ઉકાળીને પીવું જોઈએ. ઉકાળેલું પાણી પીવાની સલાહ સૌથી વધુ આપવામાં આવે છે. 

ઘરના નળમાંથી આવતું  પાણી પ્લાન્ટમાં સાફ કરવામાં આવે છે અને તેને બેક્ટેરિયા ફ્રી રાખવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરવામાં આવે છે પરંતુ જ્યારે તે લોકોના ઘર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં ઘણી બધી અશુદ્ધિઓ તેમાં ભળી જાય છે. નળના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક પણ હોય છે. તેમાં ઘણા બધા કેમિકલ્સ પણ ભળી જતા હોય છે. આપણા શરીરને નુકસાન કરી શકે છે. 

એક રિસર્ચમાં સાબિત થયું છે કે નળના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિકનું સ્તર વધારે હોય છે. સાથે જ એમાં ઘણા બધા એવા તત્વો હોય છે જેનું બ્રેકડાઉન થતું નથી. જો આ બધા કણ પેટ સુધી પહોંચે તો ઘણી બધી બીમારીઓ થવાનું રિસ્ક વધી જાય છે. જો આ પાણીને માત્ર થોડી મિનિટ ઉકાળી ઠંડુ કરીને પીવામાં આવે તો માઈક્રોપ્લાસ્ટિકની અસરને 80% સુધી ઘટાડી શકાય છે. 

પાણીને ઉકાળવાની સાચી રીત 

પાણીને સ્વચ્છ બનાવવું હોય તો સૌથી સરળ રસ્તો ઉકાળવું છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો પાણીને માત્ર પાંચ મિનિટ ઉકાળવું જોઈએ આમ કરવાથી પાણી શુદ્ધ થઈ જાય છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં જ્યારે પાણીજન્ય રોગનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ. પાણીને ઉકાળી લેવાથી દૂષિત પાણી પીવાથી થતા નુકસાનથી બચી શકાય છે. 

પાણીને ઉકાળીને પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમને કામ કરવામાં મદદ પણ મળે છે. ઉકાળીને પાણી હુંફાળું હોય ત્યારે પીવાથી વેટ લોસમાં પણ મદદ થાય છે. વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ અને ગળાની તકલીફો વધી જતી હોય છે આવી સ્થિતિમાં જો હુંફાળું પાણી પીવામાં આવે તો તેનાથી પણ રાહત મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news