Health Tips: દોડધામ ભરેલી અને વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં શરીર પર ખરાબ અસર પડે છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. મોટાભાગના લોકો કસરત પણ કરતા નથી તેથી સમસ્યાઓ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેનાથી શરીરના અન્ય અંગો પર પણ અસર થાય છે. જેમ કે હાર્ટને બરાબર રીતે કામ કરવામાં સમસ્યા થાય છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું રિસ્ક પણ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ નસોમાં જામી જાય છે અને તેને સાંકળી બનાવે છે. જેના કારણે બ્લડ સર્કુલેશન સ્લો થઈ જાય છે. આ તકલીફના કારણે હાઈ બીપી પણ રહે છે. 


આ પણ વાંચો: વરસાદની ઋતુમાં મળતા અળવીના પાન છે ગુણોનો ખજાનો, ખાવાથી સુગર, બીપી રહેશે કંટ્રોલમાં


બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લસણવાળા દૂધનું સેવન કરી શકાય છે. આ નુસખો જે અજમાવે તે ફાયદો અનુભવે છે. લસણ હાર્ટ હેલ્થને ફાયદો કરે છે. દૂધ સંપૂર્ણ આહાર છે. તેનું સેવન કરવાથી વિશેષ ફાયદા થાય છે. 


લસણ અને દૂધનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ દૂધ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ લેવલ સુધારે છે. 


આ પણ વાંચો: Almonds: દારુ કરતાં પણ વધારે નુકસાન કરે છે ખોટી રીતે ખાધેલી બદામ, લિવર થાય છે ખરાબ


કેવી રીતે બનાવવું લસણવાળું દૂધ?


કોઈપણ વાસણમાં 100 એમએલ પાણી ઉકાળો. ત્યારપછી તેમાં 1 ગ્લાસ દૂધ ઉમેરો અને 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેને 15 મિનિટ ઉકાળો. જ્યારે દૂધ-પાણીનું મિશ્રણ અડધું થઈ જાય પછી તેને ગાળીને પી લેવું. આ દૂધ રાત્રે સૂતા પહેલા પીવાથી ફાયદો થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)