Elaichi Benefits: આપણા રસોડામાં રોજ એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. આવી જ એક વસ્તુ છે એલચી. વાનગીઓનો સ્વાદ અને સુગંધ વધારતી એલચી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જે રીતે એલચી ઉમેરવાથી વાનગીનો સ્વાદ અને સુગંધ વધી જાય છે તેવી જ રીતે એલચીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સુધરી જાય છે. એલચીનો ઉપયોગ મોટાભાગે માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે પરંતુ આ નાનકડી એલચી સ્વાસ્થ્યને 5 મોટા ફાયદા કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલચી ખાવાથી થતા ફાયદા


આ પણ વાંચો:


Fever: તાવથી ધગધગતું હોય શરીર તો તુરંત કરવું આ કામ, ઝડપથી ઉતરશે તાવ


Weight Loss: આ છે વજન ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય, 30 દિવસમાં Fat માંથી Fit થઈ જશો


ચા-કોફી છોડો સવારે આ ચારમાંથી કોઈ એક વસ્તુ પીવાની પાડો ટેવ, શરીર રહેશે નિરોગી


પાચન સુધરે છે


નાનકડી એલચી પાચન સુધારે છે. જમ્યા પછી એલચી ખાવાથી અપચો, ગેસ, એસીડીટી જેવી સમસ્યાઓ થતી નથી. એલચી ખાવાથી પેટમાં રહેલા એન્જાઈમ એક્ટિવ થાય છે અને ભોજનનું પાચન સરળતાથી થઈ જાય છે.


શ્વાસની દુર્ગંધ કરે છે દુર


એલચીના બી ચાવીને ખાવાથી શ્વાસમાંથી આવતી બદબુ દૂર થઈ જાય છે. જે લોકોને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તેમણે એલચી ચાવીને ખાવી જોઈએ તેનાથી મોઢામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો પણ નાશ થાય છે. 


હાર્ટને રાખે છે હેલ્ધી


કેટલીક રિસર્ચમાં સામે આવ્યું છે કે એલચી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને તેનાથી હાર્ટની હેલ્થમાં પણ સુધારો થાય છે. જેના કારણે હાર્ટ હેલ્ધી રહે છે.


આ પણ વાંચો:


ચોમાસામાં થતાં શરદી-ઉધરસથી 1 જ દિવસમાં મળશે રાહત, અજમાવો આ ચારમાંથી કોઈ એક ઉપાય


1 ફાકી અનેક રોગનો કરશે સફાયો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં અને અન્ય બીમારીઓ પણ થશે દુર


બસ આટલી વાતની રાખશો તકેદારી તો આખું ચોમાસું બીમારી નહીં ફરકે તમારી આસપાસ


મૂડ કરે છે ફ્રેશ


એલચી ખાવાથી સ્ટ્રેસ દૂર થાય છે. એલચીની સુગંધ માનસિક આરામ આપે છે અને સ્ટ્રેસથી મુક્તિ અપાવે છે. એલચી ખાવાથી મૂડ સારો રહે છે અને ચિંતા ઓછી થાય છે.


કોલેસ્ટ્રોલ પણ ઘટે છે


એલચી ખાવાથી પાચનશક્તિ વધે છે અને તેના કારણે પેટ સંબંધિત સમસ્યા દૂર થાય છે. એલચી ખાવાથી એસિડિટી, પેટમાં બળતરા, ગેસ જેવી તકલીફો થતી નથી. જો તમે રોજ એક કે બે એલચી કાચી ચાવીને ખાશો તો શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટવા લાગશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)