ચોમાસામાં થતાં શરદી-ઉધરસથી 1 જ દિવસમાં મળશે રાહત, અજમાવો આ ચારમાંથી કોઈ એક ઉપાય

Monsoon Health Care: ચોમાસામાં વાયરલ રોગ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ પણ ઝડપથી ફેલાય છે. ખાસ કરીને આ ઋતુમાં ઘરેઘરમાં શરદી-ઉધરસના રોગી જોવા મળે છે. શરદી-ઉધરસ એવી સમસ્યા છે જેના માટે દવા લેવાને બદલે ઘરગથ્થુ ઉપચાર વધારે કરવામાં આવે છે. આયુર્વેદિક ઉપચાર કરવાથી શરદી-ઉધરસને જળમૂળથી દુર કરી શકાય છે.

ચોમાસામાં થતાં શરદી-ઉધરસથી 1 જ દિવસમાં મળશે રાહત, અજમાવો આ ચારમાંથી કોઈ એક ઉપાય

Monsoon Health Care: ચોમાસું સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાનો સમય છે. ચોમાસામાં વાયરલ રોગ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ પણ ઝડપથી ફેલાય છે. ખાસ કરીને આ ઋતુમાં ઘરેઘરમાં શરદી-ઉધરસના રોગી જોવા મળે છે. શરદી-ઉધરસ એવી સમસ્યા છે જેના માટે દવા લેવાને બદલે ઘરગથ્થુ ઉપચાર વધારે કરવામાં આવે છે. આયુર્વેદિક ઉપચાર કરવાથી શરદી-ઉધરસને જળમૂળથી દુર કરી શકાય છે. આજે તમને વરસાદી વાતાવરણમાં સતાવતી શરદી અને ઉધરસની સમસ્યાને મટાડતા ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. 

શરદી-ઉધરસના ઘરેલું ઉપચાર

આ પણ વાંચો: 

1. જો તમને ઉધરસ થઈ ગઈ હોય તો આદુના નાના ટુકડામાં એક ચપટી મીઠું મિક્સ કરીને તેને મોઢામાં રાખો. ધીરે ધીરે આદુનો રસ ગળે ઉતારવો. દિવસમાં 2 થી 3 વખત આ રીતે આદુ ખાવાથી ઉધરસમાં ફરક પડી જશે.

2. મધ અને કાળા મરીનું સેવન કરવાથી પણ ઉધરસ અને શરદીથી છુટકારો મળે છે. તેના માટે 4-5 કાળા મરીને પીસી તેનો પાવડર બનાવી લો. કાળા મરીના પાવડરમાં મધ મિક્સ કરી તેને ચાટી જવું. 

3. આદુ અને મધ બંને શરદી અને ઉધરસમાં રાહત આપે છે. આદુનો રસ કાઢી તેમાં સમાન માત્રામાં મધ ઉમેરી તેનું સેવન કરવાથી ગળુ સુકાતું નથી અને ઉધરસથી પણ રાહત મળે છે. 

4. શરદી અને ઉધરસથી રાહત મેળવવા માટે અડધો ગ્લાસ હુંફાળું પાણી લેવું તેમાં મધ મિક્સ કરીને ધીરેધીરે પીવું. તેનાથી શરદી, ઉધરસ, ગળાના દુખાવાથી રાહત મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news