Sore Throat: ગળામાં થતા દુખાવાથી તુરંત મેળવવી હોય રાહત તો પાણીમાં આ વસ્તુઓ ઉમેરી કરો કોગળા
Sore Throat: જ્યારે ગળામાં દુખાવો રહેતો હોય તો રોજના કામ કરવામાં મન નથી લાગતું અને ખાવા પીવામાં તેમજ બોલવામાં પણ તકલીફ થાય છે. ગળાના દુખાવાની સમસ્યા સતાવતી હોય ત્યારે કેટલાક ઘરેલુ ઉપાય પ્રભાવી સાબિત થાય છે. જો ગળામાં દુખાવાની સમસ્યા થાય તો પાણીમાં આ વસ્તુઓ ઉમેરીને કોગળા કરવાનું રાખવું જોઈએ.
Sore Throat: હાલ વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ક્યારેક ક્યારેક વરસાદી વાતાવરણ વચ્ચે હવે સવારના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. બદલતા વાતાવરણમાં શરદી, ઉધરસ અને ગળામાં દુખાવા જેવી સમસ્યાઓ અનેક લોકોને થતી હોય છે. ખાસ કરીને જ્યારે ગળામાં દુખાવો રહેતો હોય તો રોજના કામ કરવામાં મન નથી લાગતું અને ખાવા પીવામાં તેમજ બોલવામાં પણ તકલીફ થાય છે. ગળાના દુખાવાની સમસ્યા સતાવતી હોય ત્યારે કેટલાક ઘરેલુ ઉપાય પ્રભાવી સાબિત થાય છે. જો ગળામાં દુખાવાની સમસ્યા થાય તો પાણીમાં આ વસ્તુઓ ઉમેરીને કોગળા કરવાનું રાખવું જોઈએ. દિવસમાં બેથી ત્રણ વખત આ રીતે કોગળા કરી લેવાથી ગળામાં થતો દુખાવો તુરંત જ મટે છે.
આ પણ વાંચો:
Health Tips: સ્ટ્રેસ સહિત આ 5 બીમારીઓને દુર કરે છે ચીકૂ, રોજ ખાવાથી થશે અઢળક ફાયદા
અનિંદ્રાથી, ખરાબ મૂડની સમસ્યાને દુર કરશે જાયફળ, તુરંત ફાયદો મેળવવા આ રીતે કરો ઉપયોગ
દેશી ઘી પણ બગાડી શકે છે તબિયત, જાણો ઘીના ઉપયોગ વિશે શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત
હળદર અને મીઠું
હળદર એવો મસાલો છે જે ઘણી સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. મીઠું પણ ખૂબ જ ગુણકારી હોય છે. તમે હૂંફાળા પાણીમાં હળદર અને મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરશો તો ગળામાં આવેલો સોજો ઉતરશે અને દુખાવો દૂર કરવામાં મદદ મળશે.
ત્રિફળા
ત્રિફળા એક આયુર્વેદિક જડીબુટ્ટી છે જેમાં એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણ હોય છે. હુંફાળા પાણીમાં ત્રિફળા ઉમેરીને કોગળા કરવાથી ગળાના દુખાવાથી રાહત મળે છે. જો કોઈને ગળામાં ટોન્સિલ્સ હોય અને તેનો દુખાવો હોય તો પણ આ ઉપાય અસરકારક સાબિત થાય છે.
તુલસી
તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસી અચૂક ઔષધી છે. તે શરદી-ઉધરસમાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં તુલસીના પાન ઉકાળી અને તે હૂંફાળું ગરમ હોય ત્યારે તેનાથી કોગળા કરવા જોઈએ.
(Disclamer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)