Home Remedies For Mouth Ulcer: પેટની ગરમીના કારણે ઘણી વખત મોઢામાં ચાંદા પડી જાય છે. કેટલાક લોકોને તો વારંવાર મોઢામાં ચાંદા પડવાની તકલીફ થતી હોય છે. જ્યારે મોઢામાં ચાંદા પડે છે તો કોઈ પણ વસ્તુ ખાવામાં ખૂબ જ તકલીફ પડે છે. ઘણી વખત તો ચાંદા એટલા બધા હોય છે કે પાણી પીવાથી પણ દુખાવો થાય. મોમાંમાં વારંવાર પડતાં ચાંદાને દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ રસોડામાં રહેલી કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાથી ચાંદાની તકલીફમાં તુરંત રાહત મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


સવારે પેટ સાફ નથી આવતું ? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, સવારે પેટ થઈ જશે હળવું


વાયરલ ફ્લૂ અને કોવિડના લક્ષણોથી રાહત આપશે આ 6 દેશી ઉપાય


ઉનાળામાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું કેટલું યોગ્ય ? જાણો શું કહે છે આયુર્વેદ


મધ


મધમા ઘણા ગુણ હોય છે. સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મધ ખૂબ ઉપયોગી થાય છે. તેવી જ રીતે મોઢામાં પડતા ચાંદા માટે પણ મધ ઉપયોગી છે. મોઢામાં ચાંદા પડ્યા હોય તો મધ ના થોડા ટીપા ચાંદા પડ્યા હોય ત્યાં મૂકી દેવા. ત્યાર પછી 10 મિનિટ સુધી કંઈ પણ ખાવું પીવું નહીં જેથી મધ ચાંદા ઉપર રહે. દિવસમાં ચાર વખત ચાંદા પર મધ લગાડશો એટલે ચાંદા તુરંત મટી જશે.


મીઠાનું પાણી


મોઢામાં ચાંદા પડી ગયા હોય તો એક ગ્લાસમાં હૂંફાળું ગરમ પાણી લઈ તેમાં એક ચમચી મીઠું મિક્સ કરી તેનાથી થોડી થોડી કલાકે કોગળા કરવા. આમ કરવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને ચાંદામાં પણ રાહત થાય છે.


હળદર પાવડર


હળદર દરેક ઘરમાં હોય છે. હળદર ઈન્ફેકશનથી લડવામાં મદદ કરે છે અને સાથે જ મોઢામાં પડેલા ચાંદા પણ મટાડી શકે છે. તેના માટે થોડો હળદર પાવડર લેવો તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને રોજ સવારે અને સાંજે ચાંદા પર લગાવો. આમ કરવાથી મોઢાના ચાંદાથી મુક્તિ મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)