Health Tips: બેઠાડું જીવન શૈલી અને પોષણના અભાવના કારણે આજના સમયમાં નાની ઉંમરમાં લોકોને કમરના દુખાવાની સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને મહિલાઓ કમરના દુખાવાથી સૌથી વધારે પરેશાન રહે છે. કલાકો સુધી બેસીને કામ કરતા લોકોને પણ કમર અને પીઠના દુખાવાની તકલીફ રહેતી હોય છે. આ સિવાય જે લોકોની દિનચર્યા બેઠાડું હોય અને શારીરિક ક્ષમનો અભાવ હોય તેમને પણ કમરનો દુખાવો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈફ સ્ટાઈલના કારણે જો કમરનો દુખાવો રહેતો હોય તો તમે કેટલીક વસ્તુઓનું સેવન શરૂ કરીને આ સમસ્યાથી દવા વિના જ મુક્તિ મેળવી શકો છો. કમરના દુખાવાની સમસ્યા વધારે હોય તો તમે હેલ્થ એક્સપર્ટ ની મદદ લઈને આ તકલીફથી મુક્તિ મેળવી શકો છો. જોકે તમે કેટલીક વસ્તુઓનું સેવન શરૂ કરશો તો તમારી કમરના મસલ્સ રિલેક્સ થશે અને તેનાથી દુખાવાથી પણ તમને રાહત મળશે. 


આ વસ્તુઓ ખાવાથી દુર થશે કમરનો દુખાવો


આ પણ વાંચો:


દાદી-નાનીના સમયના આ 2 નુસખા છે જોરદાર, અપચો, ગેસ જેવી સમસ્યાથી 5 મિનિટમાં મળશે રાહત


પલાળેલા અખરોટ ખાવાથી શરીરને થશે જાદુઈ ફાયદા, પેટ સહિત આ સમસ્યાઓમાંથી મળશે રાહત


આ પાંચ ફળ ખાધા પછી ક્યારેય ન પીવું પાણી, પીધું તો શરદી-ઉધરસ નહીં છોડે પીછો


ઓમેગા 3


કમરના દુખાવાથી રાહત મેળવવી હોય તો ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય. આ પોષક તત્વ તમને બદામ અખરોટ ચિયાસીડ અળસી વગેરેમાંથી મળે છે.


પ્રોટીનથી ભરપૂર આહાર


ખરાબ ડાયેટના કારણે જો તમને કમરનો દુખાવો રહેતો હોય તો ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે પ્રોટીનથી ભરપૂર હોય તમે રોજના આહારમાં ઈંડા દૂધ અને દાળનું સેવન વધારે કરી શકો છો.


લીલા શાકભાજી


જો તમને સતત કમરનો દુખાવો રહેતો હોય તો દૈનિક આહારમાં લીલા શાકભાજી નો સમાવેશ કરો. લીલા શાકભાજીનું સેવન કરવાથી હાડકા અને સ્નાયુઓ મજબૂત થાય છે. નિયમિત આહારમાં લીલા શાકભાજી નો સમાવેશ કરશો તો કમરનો દુખાવો પણ ઝડપથી દૂર થશે.


ફળ


દિવસ દરમિયાન ડાયટમાં અનાનસ સફરજન ખાટા ફળ વગેરેનું સેવન કરવાનું પણ રાખવું. ફળ ખાવાથી ઓવરઓલ હેલ્થ સારી રહે છે અને કમરનો દુખાવો દૂર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)