Health Tips: આ પાંચ ફળ ખાધા પછી ક્યારેય ન પીવું પાણી, પીધું તો શરદી-ઉધરસ નહીં છોડે પીછો

Health Tips: કેટલાક ફળ એવા છે જેને ખાધા પછી પાણી ન પીવું જોઈએ. જો તમે આ ફળ ખાધા પછી પાણી પીવો છો તો પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત શરદી અને ઉધરસ એવા થઈ જશે કે તમે દવા કરી કરીને કંટાળી જશો.

Health Tips: આ પાંચ ફળ ખાધા પછી ક્યારેય ન પીવું પાણી, પીધું તો શરદી-ઉધરસ નહીં છોડે પીછો

Health Tips: ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળ દ્વારા શરીરને જરૂરી પોષક તત્વો મળે છે તેથી દિવસ દરમિયાન નિયમિત ફળ ખાવા જોઈએ. નિયમિત ફળ ખાવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. જોકે ફળ ખાધા પછી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક ફળ એવા છે જેને ખાધા પછી પાણી ન પીવું જોઈએ. જો તમે આ ફળ ખાધા પછી પાણી પીવો છો તો પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત શરદી અને ઉધરસ જેવી તકલીફ પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કયા ફળ એવા છે જેને ખાધા પછી પાણી પીવાનું ટાળવું જોઈએ.

સફરજન

સફરજન વિશે એવું કહેવાય છે કે નિયમિત રીતે એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી. પરંતુ આ સફરજન તમને બીમાર પણ કરી શકે છે. આવું ત્યારે થશે જો તમે સફરજન ખાધા પછી પાણી પીશો. સફરજન ખાધા પછી તુરંત પાણી પીવાથી પાચન ક્રિયા પર અસર થાય છે.

આ પણ વાંચો:

જાંબુ

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ વરદાન સમાન ફળ છે. જાંબુ ખાવાથી શરીરને અન્ય ઘણા ફાયદા પણ થાય છે પરંતુ જાંબુ ખાધા પછી જો તુરંત તમે પાણી પીશો તો તમને ઉધરસ અને શરદી થઈ શકે છે.

તરબૂચ

ઉનાળામાં સૌથી વધુ ખવાતું ફળ તરબૂચ છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તેથી તેનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તરબૂચ ખાધા પછી પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

આ પણ વાંચો:

કેળા

કોઈ એવી વ્યક્તિ હશે જેને કેળા ન ભાવતા હોય. કેળાથી શરીરને હેલ્ધી ફેટ અને કેલ્શિયમ મળે છે. પરંતુ કેળા ખાધા પછી તુરંત પાણી પીશો તો બ્લડ સુગર પ્રભાવિત થશે અને સાથે જ શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ વધી શકે છે. 

શક્કરટેટી

શક્કરટેટી સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તરબૂચની જેમ જ તેને ખાધા પછી પણ પાણી પીવાનું ટાળવું જોઈએ જો તમે શકરટેટી ખાધા પછી પાણી પીશો તો પાચન સંબંધિત સમસ્યા વધી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news