Migraine Pain: જો તમને પણ માઈગ્રેન હોય અને વારંવાર અસહ્ય દુખાવો રહેતો હોય તો યોગની મદદથી તમે માઈગ્રેનને ટ્રિગર થતા અટકાવી શકો છો. કેટલાક એવા યોગ આસન છે જે મેન્ટલ હેલ્થને સુધારે છે અને માથાના દુખાવાથી પણ રાહત આપે છે. આ યોગ આસન એવા છે જેને કરવાથી બ્રેઇન પર રસકારાત્મક અસર થાય છે. આ યોગ આસન માઈગ્રેનની સમસ્યાથી રાહત આપે છે તે વાત રિસર્ચમાં પણ સાબિત થઈ ચૂકી છે. તો ચાલો તમને જણાવીએ એવા પાંચ મુખ્ય આસન વિશે જેને કરવાથી માઈગ્રેનના દુખાવાને ઘટાડી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઈગ્રેન માટેના યોગાસન


આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલના દુશ્મન છે આ પીળા ફળ, રોજ ખાવાથી નસોમાં જામેલું કોલેસ્ટ્રોલ થશે સાફ


હઠ યોગ


હઠ યોગને સૌમ્ય યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગ કરતી વખતે શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે જેનાથી મગજની કોશિકાઓ સ્વસ્થ થાય છે. આ યોગ કરવાથી શરીર અને ગરદનના ઉપરના તરફ સ્નાયુ રિલેક્સ થાય છે. માઈગ્રેન હોય તેમણે દસ મિનિટ સુધી આ યોગ અભ્યાસ કરવો જોઈએ.


પુનર્સ્થાપનાત્મક યોગ


આ યોગ કરવા માટે તમે ચટાઈ કે બ્લોક જેવી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. જો તમે લાંબા સમય સુધી આ આસન કરો છો તો તમારા મગજને ઝડપથી આરામ મળે છે. આ યોગ આપો જ મસ્તિષ્કનું સ્વાસ્થ્ય સુધારવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. 


આ પણ વાંચો: હુંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવાથી અટકશે વધતું વજન, સાથે થશે આ જોરદાર ફાયદા


યોગ નિદ્રા


આ ખાસ પ્રકારનો મેડીટેશન છે જે માઈગ્રેનના દર્દી માટે ખૂબ જ પ્રભાવી માનવામાં આવે છે. આ યોગ કરવા માટે યોગામેટ પાથરી અને તેના પર સુઈ જવું. આ અવસ્થામાં ઊંડા શ્વાસ લેવા અને શરીરની અંદર જતા શ્વાસને અનુભવ કરવો. તેનાથી શરીર અને મન શાંત થાય છે.


શશાંકાસન


તેના માટે યોગા મેટ પર ઘૂંટણના જોર પર બેસવું અને હાથને સાથળની આગળની તરફ લઈ જાઓ. આ રીતે શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા કરો. આ મુદ્રામાં એક મિનિટ સુધી રહેવું અને ત્યાર પછી ફરીથી બેઠા હોય તેવી અવસ્થામાં આવી જવું. 


આ પણ વાંચો: Ragi Flour: ઘઉં કરતાં આ લોટની રોટલી સ્વાસ્થ્ય માટે સારી, ખાવાથી આ 4 બીમારી થશે દુર


શવાસન


માઈગ્રેનના દુખાવાને ઘટાડવા માટે સવાસન પણ ખૂબ જ પ્રભાવી છે. તેના માટે મેટ પર સીધા સૂઈ જવું અને પાંચથી દસ મિનિટ સુધી સામાન્ય રીતે શ્વાસ લેવો અને છોડવો. વધારે સારી રીતે આ આસન કરવું હોય તો ગરદન અથવા તો ઘૂંટણની નીચે ટુવાલને ગોળ વાળીને રાખો તેનાથી શરીરને વધારે આરામ મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)