Ragi Flour: ઘઉં કરતાં આ લોટની રોટલી સ્વાસ્થ્ય માટે સારી, ખાવાનું શરુ કરશો તો આ 4 બીમારીઓ થઈ જશે દુર

Ragi Flour: જો તમને વારંવાર ભૂખ લાગતી હોય અને ઓવરઈટિંગ કંટ્રોલ કરવું હોય તો રાગીના લોટની રોટલી ખાવાનું રાખો. રાગીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે તમારું પેટ કલાકો સુધી ભરેલું રાખે છે. 

Ragi Flour: ઘઉં કરતાં આ લોટની રોટલી સ્વાસ્થ્ય માટે સારી, ખાવાનું શરુ કરશો તો આ 4 બીમારીઓ થઈ જશે દુર

Ragi Flour: સામાન્ય રીતે દરેક ઘરમાં ઘઉંના લોટની રોટલી ખાવામાં આવે છે. તેમાં કોઈ બે મત નથી કે ઘઉં શરીર માટે સારા છે પરંતુ જો તમે ઘઉં ને બદલે રાગીના લોટની રોટલી ખાવ છો તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. સામાન્ય રીતે રાગીના લોટની અલગ અલગ વસ્તુઓ લોકો ખાતા હોય છે પરંતુ જો તમે રાગીના લોટની રોટલી ખાવ છો તો તેનાથી શરીરને પાંચ સૌથી મોટા ફાયદા થાય છે.

ઓવર ઈટિંગથી મળે છે છુટકારો

જો તમને વારંવાર ભૂખ લાગતી હોય અને ઓવરઈટિંગ કંટ્રોલ કરવું હોય તો રાગીના લોટની રોટલી ખાવાનું રાખો. રાગીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે તમારું પેટ કલાકો સુધી ભરેલું રાખે છે. 

સાંધાના દુખાવા

ઠંડીના દિવસોમાં હાડકામાં દુખાવો હોય તે સામાન્ય વાત છે. તેનાથી મુક્તિ મેળવવા માટે રાગીના લોટનો ઉપયોગ કરવો જોઈએ. રાગીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે રાગીના લોટની રોટલી ખાવ છો તો સાંધાના દુખાવા મટે છે.

પેટની સમસ્યા

પાચન સંબંધિત સમસ્યા હોય તેમણે પણ રાગીનું સેવન કરવું જોઈએ. રાગીમાં ડાયટરી ફાઇબર હોય છે જે કબજિયાત અને અપચા જેવી સમસ્યાને દૂર કરે છે.

ડાયાબિટીસ

રાગી બ્લડ ગ્લુકોઝ લેવલને કંટ્રોલમાં રાખે છે. રાગીમાં એવા ઔષધીય ગુણ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને ઘા જલ્દી રૂઝાય તેમાં મદદ કરે છે. 

જોકે રાગી ફાયદાકારક વસ્તુ છે પરંતુ તેમ છતાં કેટલાક લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જે લોકોને કિડની સંબંધિત બીમારી હોય તેમણે રાગી બિલકુલ ન ખાવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news