Stress અને Anxiety થશે દુર અને 10 જ મિનિટમાં થઈ જશો રિલેક્સ, ટ્રાય કરો આ ટ્રિક્સ
How To Relieve Stress Quickly: સામાન્ય રીતે લોકો ઘર અને ઓફિસના સ્ટ્રેસને હળવાશથી લેતા હોય છે પરંતુ વધારે પ્રમાણમાં સ્ટ્રેસ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેવામાં આજે તમને સ્ટ્રેસ મેનેજ કરવાની સરળ ટિપ્સ વિશે જણાવીએ જેને કરવાથી ગણતરીની મિનિટમાં જ તમે રિલેક્સ થઈ જશો.
How To Relieve Stress Quickly: આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં મોટાભાગના લોકો સ્ટ્રેસ અને એન્ઝાઈટીનો શિકાર થઈ જાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે મેન્ટલ હેલ્થ ઉપર ધ્યાન આપવું. સામાન્ય રીતે લોકો ઘર અને ઓફિસના સ્ટ્રેસને હળવાશથી લેતા હોય છે પરંતુ વધારે પ્રમાણમાં સ્ટ્રેસ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેવામાં આજે તમને સ્ટ્રેસ મેનેજ કરવાની સરળ ટિપ્સ વિશે જણાવીએ જેને કરવાથી ગણતરીની મિનિટમાં જ તમે રિલેક્સ થઈ જશો.
આ પણ વાંચો:
આ 3 વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે હેલ્ધી, સાથે જ વધે છે સ્વાદ અને સુગંધ
દરેક શાકમાં તમે પણ કરો છો લસણનો ઉપયોગ ? તો જાણો તેનાથી થતાં નુકસાન વિશે પણ
સત્તૂ સાથે આ વસ્તુનું રોજ કરો સેવન, થોડા જ દિવસોમાં હાઈ કોલેસ્ટ્રોલથી મળશે મુક્તિ
સ્ટ્રેસ મેનેજ કરવા કરો આ કામ
1. એક કપમાં દૂધનો પાવડર, થોડું મીઠું, ગુલાબના પાન, ગુલાબનું તેલ અને બે ચમચી બદામનું તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને નહાવાના પાણીમાં ઉમેરીને તેનો ઉપયોગ કરો. આ આ વસ્તુઓ ઉમેરેલા પાણીથી નહાવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને રિલેક્સેશન મળે છે.
2. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે સ્ટ્રેસ અને થાકથી રાહત મેળવવી હોય તો સ્ટીમ લેવી તે સૌથી કારગર ઉપાય છે. સ્ટીમ લેવાના પાણીમાં તમે કોઈપણ સુગંધિત તેલનો ઉપયોગ કરી શકો છો.
3. સ્ટ્રેસ અને એન્ઝાઈટીને દૂર કરવા માટે પાંચ મિનિટ વોક પર નીકળી જવું ફાયદાકારક સાબિત થાય છે. ખુલ્લી હવામાં વોક કરવાથી મૂડ ફ્રેશ થાય છે.
4. સ્ટ્રેસને દૂર કરવા માટે એક્સરસાઇઝ કરવી સૌથી જરૂરી છે. દિવસ દરમિયાન હળવી એક્સરસાઇઝ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)