દરેક શાકમાં તમે પણ કરો છો લસણનો ઉપયોગ ? તો જાણો તેનાથી થતાં નુકસાન વિશે પણ

Side Effect of Garlic: કેટલીક વાનગીઓમાં લસણ ઉમેરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લસણ ફાયદાકારક પણ છે. કારણ કે લસણમાં કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ અને આયરન સહિત ઘણા પોષક તત્વો હોય છે. જો કે આટલા ગુણ હોવા છતાં પણ નિયત માત્રા કરતાં વધારે લસણ ખાવાથી તકલીફ થઈ શકે છે.

દરેક શાકમાં તમે પણ કરો છો લસણનો ઉપયોગ ? તો જાણો તેનાથી થતાં નુકસાન વિશે પણ

Side Effect of Garlic: દરેક ઘરના રસોડામાં નિયમિત રીતે અને વધારે પ્રમાણમાં લસણનો ઉપયોગ થતો હોય છે. ભાગ્યે જ એવી કોઈ વાનગી હશે જેમાં લસણ ઉમેરવામાં ન આવતું હોય. કેટલીક વાનગીઓમાં લસણ ઉમેરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લસણ ફાયદાકારક પણ છે. કારણ કે લસણમાં કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ અને આયરન સહિત ઘણા પોષક તત્વો હોય છે. જો કે આટલા ગુણ હોવા છતાં પણ નિયત માત્રા કરતાં વધારે લસણ ખાવાથી તકલીફ થઈ શકે છે. જો તમે પણ શાક, દાળ સહિત દરેક વાનગીમાં લસણનો વધુ ઉપયોગ કરો છો તો તમારે જાણવું જરૂરી છે કે લસણ વધારે ખાવાથી કેટલા નુકસાન થઈ શકે છે. 

આ પણ વાંચો: 

- લસણની તાસીર ગરમ હોય છે. તેથી જ લોકો શરદી, ઉધરસ, તાવમાં લસણની કળીઓ ખાતા હોય છે. પરંતુ કેટલાક લોકો લસણ વધારે ખાય તો તેમને તેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે.  

- જે લોકોને લો બીપીની તકલીફ હોય. તેમણે પણ લસણ ન ખાવું જોઈએ. કારણ કે બીપી લો થવાની ફરિયાદ વધી શકે છે અને તેના કારણે શરીરમાં નબળાઈ અને થાક વધવા લાગે છે.  

- જો તમે વધુ પડતું લસણ ખાવ છો તો હાર્ટબર્નની ફરિયાદ વધી શકે છે. લસણમાં એસિડિક તત્વો ખૂબ વધારે હોય છે. તેથી જો વધારે પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો છાતીમાં બળતરા થઈ શકે છે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news