Headache Home Remedies: એવું ઘણીવાર થાય છે કે કોઈ કારણ વિના અચાનક જ માથામાં દુખાવો થવા લાગે. સતત બદલતા વાતાવરણના કારણે પણ આવું થઈ શકે છે. ઘણીવાર સ્ટ્રેસ અને થાકના કારણે પણ માથું દુખવા લાગે છે. પરંતુ આ સિવાય પણ માથાના દુખાવા પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. જેમ કે ઓછું પાણી પીવું, બરાબર ઊંઘ ન થવી. આ કારણોસર પણ માથાનો દુખાવો થઈ શકે છે. આજે તમને આ કારણોસર દુખતા માથાના દુખાવાને દુર કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માથાનો દુખાવો દુર કરવાના ઉપાયો


આ પણ વાંચો:


કૈફીનથી ભરપુર આ 4 ડ્રિંક્સ પીવાથી વધે છે Heart Attack નું રીસ્ક, તમે તો નથી પીતાને ?


શુગર કંટ્રોલ કરવા વધારે કારેલા ખાશો તો કિડની થશે ખરાબ, વધારે સેવનથી થાય છે આ નુકસાન


બીટનો રસ પીને કરો દિવસની હેલ્ધી શરુઆત, જાણો તેને સવારે પીવાથી શરીરને થતા લાભ વિશે


1.  વધુ પડતી ઊંઘ અને ઓછી ઊંઘ માથાનો દુખાવો વધારી શકે છે. ઊંઘના અભાવના કારણે શરીરને આરામ નથી મળતો. તેથી માથાનો દુખાવો થઈ શકે છે. તેથી દરેક વ્યક્તિએ 7-8 કલાકની વચ્ચે સારી ઊંઘ કરવાનો પ્રયત્ન  કરવો જોઈએ. આમ કરવાથી માથાનો દુખાવો કાયમ માટે દુર થઈ શકે છે.


2 ડિહાઈડ્રેશન અને એસિડિટીના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. તેવામાં જો તમને માથાનો દુખાવો થતો હોય તો 1 ગ્લાસ પાણી પીવો. પાણી સિવાય દિવસ દરમિયાન અન્ય પ્રવાહીનું સેવન વધારે કરવાથી પણ શરીરમાં પાણીની ઊણપ દુર થઈ શકે છે અને માથાનો દુખાવો ઓછો થાય છે.


3. સ્ટ્રેચ સ્નાયુઓના કારણે પણ માથાનો દુખાવો થાય છે. તેના માટે સ્નાયૂ પર ગરમ શેક કરવામાં આવે તો આવે તો તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તેના માટે ગરમ પાણીની બેગને દુખતા ભાગ પર રાખવી જોઈએ. 


4.  ઘણીવાર માથાના દુખાવાનું કારણ ટાઈટ બાંધેલા વાળ પણ હોય છે.  ટાઈટ પોનીટેલ, બન, કેપ, હેડબેન્ડ પણ માથાનો દુખાવો કરી શકે છે. આ સ્થિતિમાં માથું દુખતુ હોય તો સૌથી પહેલા વાળને ખોલી દો. તેનાથી માથાનો દુર થઈ જશે. 


5.  માથાના દુખાવાથી તુરંત રાહત મેળવવા માટે આદુની ચા પણ લઈ શકાય છે. તેના માટે પાણીમાં આદુ ઉકાળી તેની ચા બનાવી તેનું સેવન કરવું. 



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)