કૈફીનથી ભરપુર આ 4 ડ્રિંક્સ પીવાથી વધે છે Heart Attack નું રીસ્ક, તમે તો નથી પીતાને આમાંથી કોઈ ?

Heart Attack Risk: કેફીન એક કડવો પદાર્થ છે જે કુદરતી રીતે ઘણી ખાદ્ય સામગ્રીમાં જોવા મળે છે કારણ કે તે વસ્તુઓ કેફીનયુક્ત છોડમાંથી તૈયાર કરવામાં આવી હોય છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કેફીનયુક્ત ડ્રિંક્સ મોટા પ્રમાણમાં પીવામાં આવે છે. આ પીણા પીવાથી શરીરમાં તુરંત એનર્જી આવે છે અને તાજગી અનુભવાય છે. જો કે કેફીનયુક્ત વસ્તુઓ પીવાથી તેની આદત પણ પડી જાય છે. જો તેને વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તે હાર્ટએટેકનું રીસ્ક પણ વધારે છે. આજે તમને આવી જ 4 વસ્તુઓ વિશે જણાવીએ જે હાર્ટ એટેકનું રિસ્ક વધારે છે.

એનર્જી ડ્રિંક

1/4
image

આજકાલ યુવાનોમાં એનર્જી ડ્રિંક પીવાનો ક્રેઝ વધી રહ્યો છે, જો તમે એક ગ્લાસ એનર્જી ડ્રિંક પીવો તો તેના વડે શરીરમાં 85 મિલિગ્રામ કેફીન જશે. જે ડેન્જર લેવલમાં આવે છે. 

કોફી

2/4
image

કોફીમાં ભરપુર પ્રમાણમાં કેફીન હોય છે. તેનાથી અચાનક બ્લડ પ્રેશર વધી શકે છે અને તે લાંબા ગાળે હૃદય રોગનું કારણ બને છે.  કોફીના એક કપમાં 60 મિલિગ્રામ કેફીન હોય છે. 

ચા

3/4
image

ભારતમાં કરોડો લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે.  એક કપ ચામાં 14 થી 60 મિલિગ્રામ કેફીન હોઈ શકે છે. લોકો દિવસમાં ઓછામાં ઓછા 2થી 3 કપ ચાના પીતા હોય છે. 

સોફ્ટ ડ્રિંક્સ

4/4
image

દેશમાં લોકો સોફ્ટ ડ્રિંક્સનું સેવન પણ વધારે પ્રમાણમાં કરે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બાળકોથી લઈને વૃદ્ધો પણ સોફ્ટ ડ્રિંક્સ ઉત્સાહથી પીવે છે પરંતુ તેમાં શુગરની સાથે કેફીન પણ વધારે હોય છે જે ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)