Khali Pet Ghee Khane Ke Fayde: આજકાલ લોકો ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. તેવામાં તે કોઈ વસ્તુનું સેવન સમજી વિચારીને કરે છે. ફિટનેસના ચક્કરમાં લોકોએ આજકાલ ઘી-તેલ ખાવાનું છોડી દીધું છે. વધુ ઘી અને તેલનું સેવન નુકસાનકારક હોઈ શકે છે, પરંતુ ડોક્ટર પણ 1-2 ચમચી ઘી ખાવાની સલાહ આપે છે. આયુર્વેદમાં દેશી ઘીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે એક ગ્લાસ હુંફાળા પાણીમાં ઘી નાખી સવારે ખાલી પેટ પીવો તો તેનાથી કબજીયાતમાં રાહત મળે છે. દેશી ઘી મગજ અને હાડકાં માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણીમાં ઘી નાખી પીવાના ફાયદા
ડાયટીશિયન પ્રમાણે ઘી આપણા શરીર માટે ખુબ ફાયદાકારક ફેટ છે. સવારે ખાલી પેટ પાણીમાં ઘી નાખી પીવાથી શરીરમાં જમા ઝેરી પદાર્થ બહાર નિકળી જાય છે. પાણીમાં ઘી નાખી પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. પરંતુ કબજીયાતથી છુટકારા માટે તમારા આહારમાં સલાડ અને ફાઇબર યુક્ત વસ્તુઓ સામેલ કરો. આ સાથે ઘી તમારા હાડકાંને મજબૂત બનાવે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘી તમારા પેટના સ્વાસ્થ્ય માટે પણ સારૂ છે. ઘી શરીરમાં પાચન ઉત્સેચકોને વધારે છે, જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.


સવારે પીવો ઘીનું પાણી?
- તે માટે સૌથી પહેલા શુદ્ધ ગાયનું ઘી લો અને તેને થોડું ગરમ કરો. 
- હવે એક ગ્લાસ હુંફાળું પાણી લો અને તેમાં એક ચમકી ઘી નાખી દો.
આ પાણીને સવારે ખાલી પેટ પીવો અને પછી 30 મિનિટ સુધી કોઈ વસ્તુનું સેવન ન કરો.


આ પણ વાંચોઃ Bottle Gourd: આ 5 સમસ્યા હોય તેમણે ન ખાવી દૂધી, ખાવાથી બગડી શકે છે તબિયત


સવારે ઘીનું પાણી પીવાના ફાયદા
- ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે શરીરમાં જમા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. 


- ઘીમાં નેચરલ મોઇસ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે આપણી સ્કિનને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. 


- ગાયનું ઘી મુક્ત કોશિકાઓનું નિર્માણ ઘટાડે છે અને ધમનીઓને મોટી થવાથી રોકે છે. 


- ઘી આપણા મગજને અંદરથી મજબૂત બનાવે છે અને આ સાથે યાદશક્તિને વધારવામાં મદદ કરે છે. 


- દેશી ઘીના ઉપયોગથી શરીરમાં જમા ગંદકી દૂર થાય છે અને બ્લડ સર્કુલેશન સારૂ થાય છે.