Ginger Health Benefits: ચોમાસું શરુ થતાંની સાથે જ ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ વધી જાય છે. ખાસ કરીને શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, ત્વચા સંબંધિત સમસ્યાઓ, વાળ સંબંધિત સમસ્યા ઝડપથી વકરે છે. આ સીઝન દરમિયાન દર વર્ષે ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારી પણ વધારે ઝડપથી ફેલાય છે. ચોમાસાની આ પ્રકારની દરેક સમસ્યાનું સમાધાન આજે તમને આપી દઈએ. આ વર્ષે ચોમાસામાં જો આ પ્રકારની સમસ્યાનો શિકાર ન થવું હોય તો આદુનું સેવન કરવાનું રાખો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલતાં વાતાવરણમાં આદુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આદુમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રોગ સામે શરીરનું રક્ષણ કરે છે. તો ચાલો ફટાફટ એ પણ જાણી લો કે કઈ સમસ્યામાં આદુનો ઉપયોગ કેવી રીતે કરવો.



ચોમાસામાં આદુ ખાવાના ફાયદા


આ પણ વાંચો:


ડાયાબિટીસમાં બ્લડ સુગર રહેતું હોય હાય તો ટ્રાય કરો આમાંથી કોઈ એક ઘરગથ્થુ ઉપાય


આ 4 વસ્તુ વાયરલ ઈન્ફેકશનનું કામ કરી દેશે તમામ, શરદી-ઉધરસ તો થશે જ નહીં ક્યારેય


Health: પુરુષો આ 5 વસ્તુ ખાય નિયમિત તો શક્તિ વધારવા માટે દવા લેવાની ન પડે જરૂર
 


ઉધરસ અને શરદી માટે

ચોમાસામાં ઉધરસ અને શરદી સૌથી વધારે થાય છે. આવી સ્થિતિમાં જો તમે આહારમાં આદુનો ઉપયોગ વધારે કરો છો તો પણ ફાયદો થાય છે અને જો આમ કરવું શક્ય ન હોય તો રાત્રે સૂતી વખતે દૂધમાં આદૂ ઉકાળી તેને પી જવું. 
 
સાંધાના દુખાવા માટે


ચોમાસામાં ઠંડકના કારણે સાંધાના દુખાવાની ફરિયાદ વધી જાય છે. આવી સ્થિતિમાં આદુના તેલથી માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. આ સિવાય આહારમાં પણ આદુનું સેવન કરવું જોઈએ. તેનાથી દુખાવો અને સોજા દુર થાય છે.
 
ડેન્ડ્રફ માટે

ચોમાસામાં વાળ વારંવાર ભીના થઈ જતા હોય છે જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. તેના માટે 2 ચમચી છીણેલું આદુ લઈ તેમાં 3 ચમચી ઓલિવ ઓઈલ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને વાળના મૂળમાં લગાવો. 30 મિનિટ પછી શેમ્પૂ કરી લો.
 
પાચન સુધારવા માટે

ચોમાસામાં પાચન સંબંધિત સમસ્યા ઘણી વધી જાય છે. તેવામાં જો તમે દરરોજ આદુનું સેવન કરો છો તો તે તમારી પાચનક્રિયાને સુધારશે. એટલું જ નહીં તેનાથી ગેસ, અપચો, એસિડીટી વગેરેથી રાહત મળે છે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)