ઝી મીડિયા/બ્યૂરો :પ્રેમને સમજવું ભલભલાની વાત નથી. પ્રેમની વાત આવે ત્યારે મન બીજે ક્યાંય લાગતુ નથી. સતત બેચેની થવા લાગી છે. આ સ્થિતિને સમજવુ બહુ જ અઘરુ બની જાય છે. યુવક હોય કે યુવતી, બંનેના દિલમાં એ સમયે એક જ વાત ઉદભવે છે કે તેઓ પોતાના પ્રેમ પાસે દોડીને જતા રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પણ શું તમે જાણો છો કે, યુવકો તો પોતાનો સમય બીજા કામમાં વ્યસ્ત થઈને કાઢી શકે છે. પરંતુ યુવતીઓ એવુ નથી કરતી. યુવતીઓને જ્યારે પોતાના બોયફ્રેન્ડની યાદ આવે તો તેઓ સૌથી પહેલા એવા કામ કરે છે જેમાં તે પોતાના પ્રેમને યાદ કરી શકે. આવુ દરેક યુવતીઓમાં કોમન થાય છે. 


બોયફ્રેન્ડની યાદ આવે તો યુવકો કરે છે આ કામ


  • સૌથી પહેલા તો તેઓ ફોન પર પોતાના પ્રેમ સાથે સતત વાત કરતી રહે છે

  • જો તે બિઝી હોય તો સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ સર્ચ કરે છે, બીજાની તસવીરો જુએ છે

  • રોમેન્ટિક વોટ્સએપ મેસેજ કે એસએમએસ ડ્રોપ કરે છે

  • તે સમયે બોયફ્રેન્ડ બિઝી હોય તો તેની સાથે લાંબી વાતો કરવા ઈચ્છે છે. એવા કારણો શોધે છે જેનાથી વાતચીત લાંબી ચાલે.

  • યુવતીઓ એવા ગીતોને સાંભળે છે, જે બોયફ્રેન્ડને પસંદ હોય. ગીત સાંભળતા તે કલ્પના કરે છે કે તે પોતાના બોયફ્રેન્ડ સાથે હોય.

  • પોતાના ભવિષ્યને લઈને સપના જુએ છે. પોતાનો બોયફ્રેન્ડને પતિ તરીકે જોવા માટે ઈમેજિન કરે છે.

  • રોમેન્ટિક હોલિડે પર જવાનું વિચારે છે. 

  • જો બોયફ્રેન્ડનો બર્થડે અથવા કોઈ ઈવેન્ટ આસપાસ હોય તો તેનું પ્લાનિંગ કરે છે કે તેને કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે.