Chocolate Option: બાળકોને ચોકલેટ ખાવો ખુબ જ શોખ હોય છે. ધીરેધીરે આ શોખ ટેવમાં બદલાઈ જાય છે અને વધારે પડતી ચોકલેટ ખાવાથી બાળકોને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થાય છે. શું તમે જાણો છોકે, તમારા રસોડોમાં પડેલી એક વસ્તુ બાળકો માટે ચોકલેટનો ઓપ્શન બની શકે છે. અમે વાત કરી રહ્યાં છીએ દેશી ગોળની. બાળકોને ચોકલેટના બદલે આપો દેશી ગોળ તમારું બાળક હંમેશા રહેશે તંદુરસ્ત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Doom Calculator: હવે જાણી શકશો મોતની તારીખ! 6 મિલિયન લોકો પર થયું ટેસ્ટિંગ
Beyt Dwarka: દરિયાની વચ્ચોવચ વસેલો બેટ દ્વારકા આઇલેંડ, જાણો અહીંના બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ્સ


તમારા ઘરે બાળક છે અને જો તેને કંઈ મીઠાશવાળી વસ્તુ ખાવી છો તો તમે તેને ચોકલેટ કે બિસ્કીટ આપવાના બદલે હવે દેશી ગોળ આપો. કદાચ આ લેખ વાંચ્યા પછી એ તમામ માતા-પિતા ચોક્કસથી પોતાના સંતાનોને ગોળ આપવાનો વિચાર કરશે. દેશી ગોળના અનેક પ્રાકૃતિક ફાયદા છે. પહેલાંના સમયમાં બપોરે જમવાનું હોય કે પછી રાતનું જમવાનું હોય એક ગાંગડી ગોળની તો આપવામાં જ આવતી હતી. અને લોકો પણ મીઠાઈની જેમ આ ગોળની ગાંગડીને મજાથી રોટલા અથવા ઘીની સાથે ખાતા હતાં. તેની પાછળ કંઈક તો ફાયદા હશે જ ને. ગોળના અનેક લાભકારી ગુણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે.


તમારું બાળક વધુ ચોકલેટ ખાય છે તો થઇ જાવ સાવધાન, નહીંતર ગંભીર બિમારીનો બનશે શિકાર
ગરમી શરૂ થાય તે પહેલાં ઘરે લાવો 1.5 Ton Split AC, આ કંપની આપી રહી છે 50% ડિસ્કાઉન્ટ


દેશીગોળના છે અનેક ફાયદા
બપોરનું કે પછી રાતનું જમ્યા પછી મીઠાશવાળુ કઈક ખાવાની ઈચ્છા થાય તો દેશી ગોળ ખાવાનું શરૂ કરી દો. કારણ કે આ ગોળ કોઈ પણ પ્રકારની આડઅસર કે બીમારી નહીં કરે પણ તમારા શરીરને ઘણો જ ફાયદો પહોંચાડશે. ગોળ ખાવાથી શરીરના અનેક અંગેનો ફાયદો થાય છે. અત્યારની પેઢી ગોળ ખાવાની આદત ભૂલી ગઈ છે પણ જો ફરીથી અપનાવે તો કબજીયાત, યાદશક્તિ સહિતની અનેક બાબતોને માત આપી શકે તેમ છે.


Gold Price Update: સોનું ખરીદનારાઓ માટે Golden ચાન્સ, 1594 રૂપિયા થયું સસ્તું!
ફોન પર વાતો કરી પત્નીની વાતો સાંભળી પતિએ શેર બજારમાં કરી 14 કરોડની કમાણી


યાદશક્તિ વધારે છે ગોળ
પહેલાંના લોકો ગોળને યાદશક્તિ વધારવા માટે ઘણી જ ફાયદાકારક ગણતા હતાં. આ માટે જો તમારે ટ્રાય કરવું હોય તો સતત 7 દિવસ સુધી રોજ રાત્રે જમ્યા પછી ગોળનું સેવન કરો. આ ઉપાય અજમાવાથી ગળપણની ઉણપ પર પૂરી થશે અને યાદશક્તિમાં પણ વધારો થશે.


એમિનિયામાં લાભકારી ગોળ
દેશી ગોળ શેરડીમાંથી બને છે આ શેરડીને ગરમ કરવાથી તેમાં આયરનની માત્રા ખૂબ સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આયરન શરીર માટે ઘણું જ મહત્વનું છે. ગર્ભવતી મહિલાઓને આયરનની ગોળીઓ આપવામાં આવતી હોય છે. હવે તમે જ વિચારો જો દેશી ગોળ રોજ ખાવામાં લેવાયતો આયરનની અછત પૂરી થઈ શકે. આ માટે કોઈ દવાની જરૂર ના પડે. ગોળ પોતે જ આયરનની ગોળી સમાન દવા છે.


Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!


પેટની સમસ્યાઓથી મળે છે છૂટકારો
અત્યારના સમયની લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરના બાળકોને પણ ઘણી વખત ગેસ અને કબજિયાતની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. મોટા તો આ સમસ્યાથી પીડિતા જ હોય છે. હવે જો તમને રોજ ગોળ ખાવાની આદત પડશે તો ચોક્કસથી તમને ગેસ અને કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળશે. ગોળ પાચનક્રિયાને મજબૂત પણ બનાવશે. સાથે જ ગોળ માસિકધર્મના સમયે પણ લાભકારી છે કારણ કે ગોળ રોજ રાત્રે ખાવાની આદતથી પેટમાં દુખાવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.


Pressure Cooker: રાંધતી વખતે વાગતી નથી પ્રેશર કુકરની સીટી, ભોજન બળી જતું હોય અપનાવો
PHOTOS: PM મોદીએ સમુદ્રમાં લગાવી ડુબકી, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીના કર્યા દર્શન


હાડકાઓને મજબૂત બનાવે છે ગોળ
ગોળ ખાવાથી હાડકા મજબૂત બને છે એટલે જ ગર્ભવતી સ્ત્રીઓને અપાતા વસાણામાં ગોળની માત્રા વધુ રાખવામાં આવે છે. આ ગોળ ના માત્ર સ્ત્રીઓના હાડકાને મજબૂત બનાવે છે પણ તેનાથી તાજા જન્મેલા બાળકને પણ પોષકતત્વો મળી રહે છે. સાથે જ નાના બાળકોને પણ રોજ ચોકલેટ કે બિસ્કીટની જગ્યાએ ગોળ આપવામાં આવે તો તેના હાડકામાં પણ મજબૂતાઈ વધશે.


પ્રેગ્નેંટ મહિલા સરકારી JOB માટે ફિટ નથી? સરકારી નિયમ પર HC એ આપ્યો ચૂકાદો
AC ને ઘરે જ કરો સાફ? ઠંડું બરફ જેવું થઇ જશે ઘર અને રૂપિયા પણ બચશે, જાણો રીત


એનર્જી લેવલ વધારે અને માઈગ્રેનમાં પણ ગુણકારી
આખા દિવસનો થાક હોય કે ઉપવાસ હોય દેશી ગોળ અને લીંબુનું શરબત જો એક ગ્લાસ પણ પીવા મળી જાય તો તમારા શરીરમાં એનર્જીનો ભંડાર થઈ જશે. ગોળ એક પ્રકારના એનર્જી બુસ્ટરનું કામ પણ કરે છે. ગોળનું પાણી પીવાથી નબળાઈ દૂર થતી અનુભવશો. તો ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેનની સમસ્યાથી પીડાતા લોકોને માથાના દુખાવાથી ચોક્કસથી છૂટકારો મળશે.


ગુજરાતમાં લગાવવામાં આવશે લંડન આઇ કરતાં પણ મોટો ઝૂલો 'Gift Eye', જાણો કેટલી હશે ઉંચાઇ
Recruitment 2024: રૂપિયાના ઢગલા પર બેસીને કરો કામ, 3000 પદો માટે ભરતીનું નોટિફિકેશન


ગોળમાં આવા એક નહીં અનેક ગુણકારી તત્વો છે જેના વિશે આજની પેઢી કદાચ સંપૂર્ણ પણે અજાણ છે. લોકો પોતાના સંતાનો માટે ચોકલેટ અને બિસ્કીટ પણ જાણે સ્ટેટસ સિમ્બોલ તરીકે ખરીદી રહ્યાં છે પણ ગોળને અળખાણું કરી પોતાના અને પોતાના સંતાનોના શરીર સાથે અણગમો ઉભો કરાવી રહ્યાં છે. પણ હવે સમય આવ્યો છે પોતાના અને પોતાના સંતાનોના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થવાનો અને ખોરાકમાં થોડો તો થોડો ગોળનો સમાવેશ કરવાનો.


ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો શું છે રહસ્ય
પર્સમાં અચૂક રાખો આ વસ્તું ક્યારે ખૂટશે નહી રૂપિયા, એક ઝાટકે બદલાઇ જશે ભાગ્ય