Guava: જામફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. આ સિઝન દરમિયાન જામફળ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જામફળ ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને ત્વચા પણ ખીલી જાય છે. જામફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. પરંતુ તેમ છતાં જામફળ બધા લોકો માટે ફાયદાકારક નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક લોકોને જામફળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં જામફળ ખાવાથી તબિયત વધારે બગડે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ પાંચ સમસ્યા છે જેમાં જામફળ ખાવાનું ટાળવું જોઈએ. 


આ પણ વાંચો: રાત્રે જમવામાં રોટલી ખાવી કે ભાત ? બંનેમાંથી કઈ વસ્તુ ખાવી શરીર માટે ફાયદાકારક ?


આ 5 સમસ્યામાં ન ખાવા જામફળ 


એસીડીટી 


જો તમને પેટમાં સમસ્યા કે એસીડીટી હોય તો જામફળ ખાવાથી બચજો જામફળમાં એસિડ અને ફાઇબર હોય છે જે એસીડીટી ની તકલીફ વધારી શકે છે. જામફળ ખાવાથી બેચેની થાય છે અને છાતીમાં બળતરા થઈ શકે છે. ખાસ તો ખાલી પેટ જામફળ ખાવાથી એસિડિટી ની તકલીફ ગંભીર રીતે વધી જાય છે. 


આ પણ વાંચો: સવારે વાસી મોઢે ખાઈ લો આ ફળના બી, કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે


કબજિયાત 


જામફળમાં ફાઇબરની માત્રા વધારે હોય છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. પરંતુ જો તમે જામફળ ના બી ને ચાવીને ખાઈ લો છો તો તેનાથી કબજિયાતની સમસ્યા વધી શકે છે. જામફળ ના બી આતરડામાં ચોંટી જાય છે જેના કારણે પાચનની તકલીફ થઈ શકે છે. 


કિડનીની સમસ્યા 


કિડની સંબંધિત સમસ્યામાં પણ જામફળ ખાવાથી બચવું. જામફળમાં પોટેશિયમ વધારે હોય છે જો કિડનીની તકલીફમાં જામફળ ખાવામાં આવે તો કિડનીની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે. કિડની સંબંધીત કોઈપણ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ ફળ ખાવું. 


આ પણ વાંચો:શરદી ઉધરસનો રામબાણ ઈલાજ છે આ 5 ઉપાય, દવા વિના 2 દિવસમાં તબિયત સુધરી જશે


ડાયાબિટીસ 


જામફળમાં નેચરલ મીઠાશ હોય છે. પરંતુ આ મીઠાશ ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક છે. જામફળનું વધારે માત્રામાં સેવન કરવાથી બ્લડ સુગર વધી શકે છે. તેથી ડાયાબિટીસ હોય તેમણે મર્યાદિત માત્રામાં જામફળ ખાવું. 


આ પણ વાંચો: Morning Tips: સવારે ચા છોડી આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરો, નખમાં પણ રોગ નહીં રહે


શરદી અને ઉધરસ 


જામફળ ની તાસીર ઠંડી હોય છે. તેને ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યા વધી શકે છે. જે લોકોને શરદી અને ઉધરસ હોય તેમણે જામફળ ખાવાની ભૂલ ન કરવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)