Cold and Cough: શરદી ઉધરસનો રામબાણ ઈલાજ છે આ 5 ઉપાય, દવા વિના 2 દિવસમાં તબિયત સુધરી જશે
Cold and Cough: ઠંડીની શરૂઆત ધીરે ધીરે થવા લાગી છે. આ વાતાવરણમાં શરદી અને ઉધરસની સમસ્યા વધી જાય છે. શરદી ઉધરસમાં વારંવાર દવા લેવી યોગ્ય નથી. આ તકલીફને તમે ઘરેલુ ઉપાયથી મટાડી શકો છો. આજે તમને પાંચ અસરકારક નુસખા વિશે જણાવીએ જે દવા વિના શરદી અને ઉધરસ મટાડી દેશે.
Trending Photos
Cold and Cough: ઠંડીની ઋતુમાં શરદી અને ઉધરસ થાય તે સામાન્ય સમસ્યા છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ હોય તેમને આ વાતાવરણમાં શરદી ઉધરસ થઈ જ જાય છે. ઠંડીની ઋતુમાં નાકમાંથી પાણી આવવું, કફ, ઉધરસ, શરીરમાં થાક જેવા લક્ષણો અનુભવાય છે. આ સમસ્યામાં વારંવાર દવા લેવી યોગ્ય નથી.
શરદી અને ઉધરસનો ઈલાજ દવા વિના ઘરેલુ ઉપાયની મદદથી પણ કરી શકાય છે. જો તમને યોગ્ય ઈલાજ ખબર હોય તો તમે ઘરે જ શરદી ઉધરસ ની સારવાર કરી શકો છો. આજે તમને આવા જ અસરકારક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. જેની મદદથી તમે દવા વિના બે જ દિવસમાં શરદી ઉધરસ થી છુટકારો મેળવી શકો છો. જો તમને કે તમારા ઘરમાં કોઈને પણ શરદી ઉધરસ થાય તો અહીં દર્શાવેલા પાંચ માંથી કોઈપણ એક ઉપાય અજમાવી જુઓ.
આદુ અને મધ
આદુમાં એન્ટિબાયોટિક અને એન્ટિવાયરલ ગુણ હોય છે. જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. મધ ગળા નો સોજો ઓછો કરે છે અને ઉધરસ ને શાંત કરે છે. શરદી ઉધરસ મટાડવા માટે એક કપ હુંફાળા પાણીમાં અડધી ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. દિવસમાં બે થી ત્રણ વખત મધ અને આદુવાળું ગરમ પાણી પીશો એટલે શરદી ઉધરસ મટવા લાગશે.
તુલસી અને કાળા મરી
તુલસીમાં નેચરલ એન્ટિબાયોટિક ગુણ હોય છે. કાળા મરી પણ ઉધરસને મટાડવામાં મદદ કરે છે. તેના માટે એક કપ પાણી ઉકાળવું અને તેમાં થોડા તુલસીના પાન અને બે થી ત્રણ કાળા મરી ઉમેરી દો. પાણી બરાબર ઉકળી જાય પછી તેને ગાળીને હૂંફાળું હોય ત્યારે જ પી લેવું. તેનાથી ઉધરસ ઝડપથી મળશે.
હળદરવાળું દૂધ
હળદર વાળું દૂધ શરદી અને ઉધરસનો રામબાણ ઈલાજ છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી રાત્રે સુતા પહેલા પી લેવો. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરદી ઉધરસ મટે છે.
લીંબુ અને ગરમ પાણી
લીંબુમાં વિટામિન સી હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે. ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ગળાની ખરાશ દૂર થાય છે અને સાથે જ શરદી ઉધરસ ની સમસ્યા પણ મટે છે.
સ્ટીમ લેવી
શરદી ઉધરસ ના કારણે ઘણી વખત નાક બંધ થઈ જાય છે. સાથે જ છાતીમાં કફ જામી જાય છે. આ તકલીફ હોય તો ગરમ પાણીથી સ્ટિમ લેવાનું રાખો. ગરમ પાણીથી વરાળ લેશો એટલે ગળાનો સોજો પણ ઓછો થશે અને ઉધરસમાં ઝડપથી આરામ મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે