Reheating foods: આપણામાંથી ઘણાને એવી આદત હોય છે કે ભોજન ફરીથી ગરમ કરીને ખાતા હોઈએ છીએ. કેટલીક ચીજો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે જે સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દૂધ પણ તેમાંથી એક છે. આમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજબરોજના જીવનમાં આપણામાંથી અનેક લોકો એક સમયે ભોજન બનાવીને તેને વારંવાર ગરમ કરીને ખાય છે. સવારનું ભોજન બપોરે અને રાતે ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય માટે તે ખોરાક જોખમી બની શકે છે. એટલે સુધી કે કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું પ્રમાણ ખુબ વધી જાય છે જે સીધી સ્વાસ્થ્ય પર અસર કરે છે. દૂધ પણ તેમાંથી જ એક છે. વારંવાર ગરમ કરવાથી  ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે. 


આ પણ વાંચો:


Health Care: આ વસ્તુઓને કુકરમાં પકાવી ખાવાની ન કરવી ભુલ, બગડી જશે તબિયત


રોજ સવારે દૂધ સાથે મરી ખાવાની પાડો ટેવ, રક્ત થશે શુદ્ધ અને હાડકાં થશે મજબૂત


રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે આ વસ્તુઓ, ખાતા હોય તો તુરંત કરી દો બંધ


દૂધ

દૂધ એક એવો પ્રવાહી પદાર્થ છે જે મોટાભાગના ઘરોમાં વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેવાય છે. પરંતુ દૂધને જેટલીવાર ઉકાળવામાં આવે કે તેમાંથી પ્રોટીનનું પ્રમાણ તે પ્રમાણે ઘટતું જાય છે. વારંવાર ગરમ કરવાથી દૂધના પોષક તત્વોનો નાશ થાય છે. એટલે સુધી કે વારંવાર ગરમ કરવાથી એસિડ પણ નીકળે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. 


ભાત

અનેકવાર વધુ પ્રમાણમાં ભાત બની જાય તો ઘરોમાં તે ફરીથી ગરમ કરીને ખાવામાં આવે છે. પરંતુ આ જીવલેણ સાબિત થઈ શકે છે. હકીકતમાં જ્યારે ચોખા કાચા હોય છે ત્યારે તેમાં બેક્ટેરિયા હોય છે. તેને ધોઈને રાંધ્યા બાદ તેને આપણે રૂમમાં નોર્મલ તાપમાનમાં રાખીએ છીએ. જાણકારી મુજબ જો 24 કલાકથી વધુ તેને રૂમમાં રાખવામાં આવે તો તેમાં ટોક્સિક બનાવનારા બેક્ટેરિયા આવી જાય છે. ત્યારબાદ જો ભાત ગરમ કરવામાં આવે તો બેક્ટેરિયા તો મરી જાય છે પરંતુ ટોક્સિસિટી રહી જાય છે. આવા ભાત ખાવાથી ડાયેરિયાની બીમારી પણ થઈ શકે છે. 


વિટામીન સીવાળું ભોજન

વિટામીન સીવાળું ભોજન જો વારંવાર ગરમ કરીએ તો તેની ન્યૂટ્રીશિયન વેલ્યુ ઓછી થતી જાય છે. વિટામીન સી હિટ સેન્સેટીવ હોય છે. આ કારણે જ્યારે વિટામીન સીયુક્ત ભોજન ફરીથી ગરમ કરવામાં આવે તો તાપમાન પણ વધી જાય છે અને તેના કારણે ભોજન ઝેરી બને છે. 


શાકભાજી
લીલોતરી શાકભાજીને પણ વારંવાર ગરમ કરવું જોઈએ નહીં. કારણ કે તેમાં નાઈટ્રેટ્સ હોય છે અને તે ફરીથી ગરમ કરવામાં આવે તો ટોક્સિક કમ્પાઉન્ડ બને છે. તેનાથી ભોજન દૂષિત થાય છે અને સ્વાસ્થ્ય પર અસર કરે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)