Health Care: આ વસ્તુઓને કુકરમાં પકાવી ખાવાની ન કરવી ભુલ, બગડી જશે તબિયત

Health Care: ભોજનની કેટલીક વસ્તુઓ એવી છે જેને કુકરમાં પકાવીને ખાવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ કુકરમાં પકાવીને ખાવાથી તે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. બે વસ્તુઓ તો એવી છે લગભગ દરેક ઘરમાં કુકરમાં જ બને છે. 

Health Care: આ વસ્તુઓને કુકરમાં પકાવી ખાવાની ન કરવી ભુલ, બગડી જશે તબિયત

Health Care: આજના સમયમાં ગૃહિણીઓ ઘડિયાળના કાંટે દોડધામમાં દિવસ પસાર કરતી હોય છે. ઘર અને કામ બંનેની જવાબદારી વચ્ચે કેટલાક કામ ઝડપથી થઈ જાય તે માટે ગૃહિણીઓ સતત પ્રયત્ન કરે છે. આવું જ એક કામ છે કુકરમાં રસોઈ બનાવવી. સમયના અભાવના કારણે કુકરમાં કેટલીક વસ્તુઓ બનાવી લેવાથી તે ઝડપથી બની જાય છે. વળી સ્વાદ પણ સારો હોવાથી મોટાભાગની વસ્તુઓને હવે કુકરમાં બનાવી લેવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એવા જ જાણે છે કે કેટલીક વસ્તુઓને કુકરમાં બનાવીને ખાવાથી તે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આજે તમને જણાવીએ કે કઈ કઈ વસ્તુઓને કુકરમાં પકાવીને ખાવાનું ટાળવું જોઈએ.

આ વસ્તુઓને ક્યારેય ન પકાવો કુકરમાં

આ પણ વાંચો:

ચોખા

મોટાભાગના ઘરમાં ભાત કુકરમાં જ બનતા હોય છે પરંતુ ક્યારેય ચોખાને કુકરમાં પકાવીને ખાવા જોઈએ નહીં. કારણ કે ચોખાને જ્યારે પકાવવામાં આવે છે તો તેમાં રહેલો સ્ટાર્ચ રિલીઝ થાય છે. કુકરમાં ભાત બનાવો ત્યારે આ સ્ટાર્ચ તેમાં જ રહે છે અને પછી તેને ખાવાથી શરીરને નુકસાન થાય છે.

નુડલ્સ

નુડલ્સ ને પણ ક્યારેય કુકરમાં બનાવવા જોઈએ નહીં. કારણ કે તેમાં પણ સ્ટાર્ચ હોય છે જે શરીરને નુકસાન કરે છે. નુડલ્સ ને હંમેશા ખુલ્લા વાસણમાં પકાવવા જોઈએ જેથી તેના પાણીમાં સ્ટાર્ચ રિલીઝ થઈ જાય.

બટેટા

બટેટાને પણ પ્રેશર કુકરમાં કુક કરવા જોઈએ નહીં. બટેટાને કુકરમાં પકાવવાથી તેનો સ્વાદ બગડે છે અને સાથે જ કૂકરમાં બનાવેલા બટેટા ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

પાસ્તા

ઉતાવળમાં ઘણી વખત પાસ્તાની કુકરમાં બાફી લેવામાં આવે છે પરંતુ આવું કરવું જોઈએ નહીં. જો તમે પાસ્તા ને કૂકરમાં બાફીને ખાવ છો તો તેમાં રહેલો સ્ટાર્ચ તમારી તબિયત બગાડી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news