Hair Mistakes To Avoid: વાળ કોઈ પણ વ્યક્તિને વધારે સુંદર અને દેખાવડો બનાવે છે. જો તમારા વાળ નાની ઉંમરમાં જ ઓછા અથવા તો સફેદ થવા લાગે છે. તો તમારે કેટલીક  ભૂલો કરવાથી બચવું જોઈએ. હા આજકાલ દરેક વ્યક્તિ ઈચ્છે છે. કે તેના વાળ કાળા અને ઘટ્ટ હોવા જોઈએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળને સફેદ થતાં રોકવા માટે ક્યારે પણ ન કરો આ ભૂલો


1. ભરપૂર માત્રામાં પાણી પીવો
 જો તમે પાણી ઓછું પીવો છો. તો તમારા શરીરમાં મેલનિનની માત્રા ઓછી થઈ જાય છે. જેના કારણે શરીરમાં તેની ઉણપ થઈ જાય છે. બીજી તરફ જો તમે પૂરતું પાણી ન પૃીતા હો તો ડિહાઈડ્રેશનની સમસ્યા શરૂ થઈ જાય છે. અને તે તમારા વાળને અસર કરે છે. પાણીની ઉણપને કારણે વાળ બેજાન અને સફેદ થવા લાગે છે. પાણી સિવાય તમે તમારા આહારમાં નારિયેળ પાણી ,શાકભાજીનો રસ અને લીંબુપાણીનું પણ તમે સેવન કરી શકો છો.  આના સેવનથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે.


હાલત બગાડી નાખશે આ ગરમી! આકરા તાપ માટે તૈયાર રહો, જાણો શું કહ્યું હવામાન વિભાગે


ડાન્સ કરતા કરતા અચાનક 19 વર્ષના યુવકને આવ્યું મોતનું તેડું, Viral Video જોઈ શોક થશો


Video: Mayya Mayya ગીત પર છોકરીએ કર્યો હોટ બેલી ડાન્સ, લોકો પાણી પાણી થઈ ગયા


2. દરરોજ તડકામાં સમય પસાર કરવાનું ટાળો
જો તમે તાપના વધુ સંપર્કમાં આવતા હોવ છો. તો તમારા શરીરમાં મેલનિનનું પ્રમાણ ઘટવા લાગે છે. મેલાનિનથી બચવા માટે તમારે સીધા તડકામાં જવાનું ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારા વાળનું વધારે ધ્યાન રાખો. તથા દરરોજ તડકામાં સમય પસાર કરવાનું ટાળો, આમ કરવાથી તમારા વાળ સૂર્યથી પ્રભાવિત થશે નહીં.


3. તણાવ લેવાનું ટાળવું જોઈએ.
જો કોઈ વ્યક્તિને વધારે પડતું ટેન્શન હોય છે. તેને વધારે સફેદ વાળ આવવાની સમસ્યા થવા લાગે છે.તો તમારે વધુ પડતા તણાવ લેવાનું ટાળવું જોઈએ.


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)