નવી દિલ્હી : સામાન્ય રીતે ધારણા છે કે પાણી સ્વાસ્થ્યની સાથેસાથે ખૂબસુરતી માટે પણ વરદાન છે. ડોક્ટર્સ સામાન્ય રીતે બને એટલું વધારે પાણી પીવાની સલાહ આપતા હોય છે. ત્વચાની સમસ્યા હોય કે પેટનો પ્રોબ્લેમ પણ પાણી દરેક સમસ્યાનો રામબાણ ઇલાજ છે. જોકે ઘણીવાર વધારે પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. પાણી સામાન્ય રીતે શરીરના તાપમાન અને પાચનને જાળવવામાં મદદ કરે છે પણ વધારે પાણી પીવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાઓમાં સ્થુળતા, કિડની ફેઇલ થવાનાી તેમજ બ્લડ સરક્યુલેશન જેવી ગંભીર બીમારી શામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં વધારે પાણી પીવાથી કિડનીની પાણી પચાવવાની ક્ષમતા નબળી થવા લાગે છે જેના કારણે શરીરમાં હાજર સોડિયમ પાતળું થવા લાગે છે અને પાણીના કારણે ફાયદાને બદલે નુકસાન થાય છે. સોડિયમ પાતળું થવાના કારણે મસ્તકમાં સોજો આવી શકે છે જે એક ખતરનાક પરિસ્થિતિ છે. સોડિયમ એક પ્રકારનું ઇલેકટ્રોલાઇટ છે જે શરીરમાં પાણીનું પ્રમાણ નિયંત્રીત કરે છે પણ જ્યારે પાણીનું પ્રમાણ વધી જાય છે ત્યારે સોડિયમ પાતળું થઈ જાય છે અને હાઇપોટ્રોમિયાની સ્થિતિ ઉભી થઈ જાય છે. 


વધારે પાણી પીવાથી કિડનીને પણ બહુ નુકસાન પહોંચે છે. હકીકતમાં કિડની આપણા શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે. હવે જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે ત્યારે કિડનીને આ પાણી ફિલ્ટર કરવામાં સમસ્યા નડે છે કારણ કે કિડનીનો લોડ વધી જાય છે. આ સંજોગોમાં કિડની ફેઇલ થવાની આશંકા વધી જાય છે. નિષ્ણાંતોના મત પ્રમાણે વધારે પાણી પીવાથી સ્નાયુઓ પર લોડ વધે છે જેના કારણે બ્લેડ સરક્યુ્લેશનમાં સમસ્યા ઉભી થાય છે. હકીકતમાં દિવસમાં 2થી 4 લીટર પાણી પીવું જોઈએ પણ જો તમે જિમ કે શારીરિક ફિટનેસ સાથે સંકળાયેલા હો તો 5થી 6 લીટર પાણી પી શકો છો પણ આનાથી વધારે પાણી ન પીવું જોઈએ. 


સ્વાસ્થ્યને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...