Headache Remedies: માથાનો દુખાવો આજની જીવન શૈલીની સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે. સામાન્ય એટલા માટે કે નાના મોટા સૌ કોઈને માથાનો દુખાવો કોઈપણ સમયે થઈ શકે છે. માથાનો દુખાવો હોય તો દિવસની સામાન્ય ગતિવિધિઓ પણ પ્રભાવિત થાય છે. માથાનો દુખાવો અલગ અલગ કારણોને લીધે થાય છે. સ્ટ્રેસ, ચિંતા, થાક, અપૂરતી ઊંઘના લીધે માથાનો દુખાવો રહે છે. જો વારંવાર માથામાં દુખાવો થતો હોય તો પેન કિલર ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં માથાનો દુખાવો મટાડવો હોય તો તમે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકો છો. આ ઉપાયો કરવાથી 10 મિનિટમાં જ માથાનો દુખાવો મટી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીર આપે છે આ સંકેત, આવું થાય તો પહોંચી જજો ડોક્ટર પાસે


માથાનો દુખાવો મટાડવાના ઉપાય 


- માથાનો દુખાવો મોટાભાગે શરીરમાં પાણીની ખામી સર્જાય ત્યારે થતો હોય છે. રોજ દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવાથી ડીહાઇડ્રેશન થતું નથી અને માથાનો દુખાવો થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે. 


- મેડીટેશન મેન્ટલ હેલ્થ માટે સારું છે. રોજ મેડીટેશન કે યોગ કરવાથી સ્ટ્રેસ ઘટે છે અને માથાનો દુખાવો થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે. 


આ પણ વાંચો:Sprouted Fenugreek: સવારે ખાઈ લો 1 ચમચી ફણગાવેલી મેથી, શરીરમાં નહીં રહે એક પણ રોગ


- માનસિક સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રુટ સારા છે. અખરોટ બદામ અને કાજુ જેવા મેવા ખાવાથી માથાનો દુખાવો મટાડવામાં મદદ મળે છે. સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે. 


- માથાનો દુખાવો મટાડવો હોય તો આદુવાળી ચા પીવી જોઈએ. આદુમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી પ્રોપર્ટીઝ હોય છે. ઘણા લોકો માટે આદુવાળી ચા માથાના દુખાવામાં દવા જેવું કામ કરે છે. 


આ પણ વાંચો:Coconut Oil: રોજ 1 ચમચી નાળિયેરનું તેલ પી લેવું, બીજા જ દિવસથી દેખાશે આ 5 ફાયદા


- જ્યારે પણ માથાનો દુખાવો હદ કરતાં વધી જાય તો વધારે કામ કરવાને બદલે આરામ કરી લો. માથાના દુખાવામાં આરામ કરી લેવાથી મન શાંત થાય છે અને દવા લેવાની જરૂર પણ પડતી નથી. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)