Coconut Oil: રોજ 1 ચમચી નાળિયેરનું તેલ પી લેવું, બીજા જ દિવસથી દેખાવા લાગશે આ 5 ફાયદા

Coconut Oil: મોટાભાગે આ તેલનો ઉપયોગ વાળમાં લગાડવામાં થાય છે. પરંતુ આ તેલને ટોનિકની જેમ પી શકાય છે. ઠંડીની ઋતુમાં રોજ એક ચમચી નાળિયેરનું તેલ પી લેવામાં આવે તો શરીરને પાંચ ગજબ ના ફાયદા થાય છે. 

Coconut Oil: રોજ 1 ચમચી નાળિયેરનું તેલ પી લેવું, બીજા જ દિવસથી દેખાવા લાગશે આ 5 ફાયદા

Coconut Oil: નાળિયેરનું તેલ પોષક તત્વોનો ખજાનો છે. તેમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. નાળિયેર તેલમાં પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન સી વિટામિન ઈ જેવા જરૂરી તત્વો પણ હોય છે. આયુર્વેદમાં આ તેલને લાભકારી જણાવાયું છે. 

નાળિયેરના ઝાડને કલ્પવૃક્ષ કહેવાય છે. કારણ કે આ ઝાડની બધી જ વસ્તુઓ ઉપયોગી હોય છે. સૌથી વધારે ઉપયોગી નાળિયેર હોય છે. નાળિયેર માંથી જે તેલ કાઢવામાં આવે તે મીઠું અને પૌષ્ટિક હોય છે. મોટાભાગે આ તેલનો ઉપયોગ વાળમાં લગાડવામાં થાય છે. પરંતુ આ તેલને ટોનિકની જેમ પી શકાય છે. ઠંડીની ઋતુમાં રોજ એક ચમચી નાળિયેરનું તેલ પી લેવામાં આવે તો શરીરને પાંચ ગજબ ના ફાયદા થાય છે. 

નાળિયેર તેલ પીવાથી થતા ફાયદા 

એનર્જી બુસ્ટર 

નાળિયેરનું તેલ એનર્જી બુસ્ટર છે. શિયાળામાં મોટાભાગે શરીરમાં સુસ્તી જણાતી હોય છે. જો તમે નાળિયેરનું તેલ એક ચમચી પી લેશો તો આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહેશે. સવારે નાળિયેરનું તેલ પી લેવામાં આવે તો દિવસભર શરીરમાં નબળાઈ અનુભવાતી નથી. 

મૂડ સુધરે છે 

એક ચમચી નાળિયેરનું તેલ સવારે પી લેવાથી મૂળ સુધરે છે. નાળિયેરનું તેલ પીવાથી આખો દિવસ તમે સારું ફીલ કરશો. નાળિયેર તેલ મેન્ટલ હેલ્થને ફાયદો કરે છે. આ તેરી યાદ શક્તિ વધારે છે અને મગજને હેલ્થી રાખે છે.

હૃદય અને પાચનને થશે ફાયદો 

નાળિયેરનું તેલ થાઇરોડ હોર્મોનના ફંકશનને સપોર્ટ કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે અને બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. નાળિયેરનું તેલ નિયમિત એક ચમચી પીવાથી પાચનતંત્ર સુધરે છે. ખાસ કરીને કબજિયાતની સમસ્યા માટે છે. 

વજન ઘટે છે 

નાળિયેરના તેલમાં એવા તત્વ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. નાળિયેરના તેલમાં એન્ટિવાયરલ ગુણ પણ હોય છે. જેના કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. 

ત્વચા અને વાળ માટે 

નાળિયેરનું તેલ પીવાથી સ્કીનને અંદરથી મોઈશ્ચર મળે છે અને સુંદરતા વધે છે. તેનાથી ચહેરા પર પડેલા ડાઘ દૂર થાય છે. નાળિયેરનું તેલ પીવાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news