ભારતના ગ્રાઉન્ડ વોટરમાં ભળી ગઈ ખતરનાક વસ્તુ, શરીરને પહોંચાડે છે નુકસાનઃ રિપોર્ટ
લેન્સેટ પ્લેનેટ્રી રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ભારત અને ચીનના પાણીમાં એન્ટી બાયોટિક હાજર છે અને તે લોકોના શરીરમાં પહોંચી રહ્યા છે. ભારતમાં અલગ-અલગ હોસ્પિટલમાં કરવામાં આવેલી સ્ટડીમાં સામે આવ્યું છે કે ભારતની હોસ્પિટલના આઈસીયુમાં રહેલા 40થી 70 ટકા દર્દીઓ પર જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીબાયોટિક દવા કામ કરતી નથી.
નવી દિલ્લી: લેન્સેટ પ્લેનેટ્રી રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ભારત અને ચીનના પાણીમાં એન્ટી બાયોટિક હાજર છે અને તે લોકોના શરીરમાં પહોંચી રહ્યા છે. આ સ્ટડીને કરવા માટે લેન્સેટના વૈજ્ઞાનિકોએ 2006થી 2019ની વચ્ચે અલગ-અલગ દેશોની સ્ટડીનું એક મેટા એનાલિસીસ કરવામાં આવ્યું. આ અલગ-અલગ સ્ટડી તે દેશોમાં ગ્રાઉન્ડ વોટરમાં રહેલા પ્રદૂષિત કણો પર કરવામાં આવ્યું હતું. કુલ 240 સ્ટડીને પારખવામાં આવી હતી. જેમાંથી ભારત અને ચીનના પાણી પર કરવામાં આવેલી વધુ શોધનો સમાવેશ થતો હતો.
પાણીની સાથે એન્ટીબાયોટિક્સ:
સ્ટડીમાં સામે આવ્યું છે કે ભારતમાં વેસ્ટ વોટર અને આ પાણીને પીવાલાયક બનાવવા માટે લગાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી નળ સુધી પાણીની જે સપ્લાય થઈ રહી છે જેમાં એન્ટીબાયોટિકના ટ્રેસીસ રહેલા છે અને પીવાના પાણી દ્વારા તે માણસના શરીર સુધી પહોંચી રહ્યા છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે અનેક ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવા તત્વોને દૂર કરી શકતા નથી જે આવા બેક્ટેરિયાને મારી શકે જે એન્ટીબાયોટિક રેજિસ્ટન્સ પેદા કરે છે.
આ પણ વાંચોઃ ડાયેટિંગ વગર સટાસટ ઓગળી ગઈ સોનાક્ષીની ચરબી, જાણો કેવી રીતે ઘટાડ્યું 30 KG વજન
શું થાય છે એન્ટીબાયોટિકવાળા પાણીની અસર:
ભારતમાં અલગ-અલગ હોસ્પિટલમાં કરવામાં આવેલી સ્ટડીમાં સામે આવ્યું છે કે ભારતની હોસ્પિટલના આઈસીયુમાં રહેલા 40થી 70 ટકા દર્દીઓ પર જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીબાયોટિક દવા કામ કરતી નથી. અને દર્દી સારવાર વિના મૃત્યુ પામે છે. કેમ કે માણસના શરીરમાં અલગ-અલગ પ્રકારના એન્ટીબાયોટિક પહોંચી રહ્યા છે અને તેનાથી શરીરમાં રહેલા ઈન્ફેક્શનવાળા બેક્ટેરિયા ધીમે-ધીમે એન્ટીબાયોટિક સામે મજબૂત બની જાય છે. એવામાં જ્યારે વ્યક્તિ બીમાર પડે કે ઈન્ફેક્શન થાય ત્યારે તે એન્ટીબાયોટિક દવાઓ કામ કરવાનું બંધ કરી ચૂકી હોય છે.
શું કરવું જોઈએ:
1. પશુઓમાં એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ ઓછો કરવામાં આવે
2. પાણીમાં રહેલા એન્ટીબાયોટિકનું રેગ્યુલર ટેસ્ટિંગ થાય
3. કેમિસ્ટ પ્રિસ્કિપ્શન વિના એન્ટીબાયોટિક દવાઓનું વેચાણ ન કરે
4. કારણ વિના એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ
આ પણ વાંચોઃ દુબળા લોકોને હવે ટેન્શન લેવાનું જરૂર નથી, ઘરેબેઠાં આ રીતે વધારો વજન
કયા કેસમાં એન્ટીબાયોટિક દવા ન લેવી જોઈએ:
ગળું ખરાબ થવાના સાધારણ કેસમાં એન્ટીબાયોટિક ન લેશો
ચામડીમાં ઈન્ફેક્શન, ચામડીમાં સોજો જેવી મુશ્કેલી હોય
હળવા તાવના કેસમાં એન્ટીબાયોટિક્સ ન લેવી જોઈએ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube