શરીરને ઠંડક આપે છે છાશ, વજન તો ઘટાડશે જ આ ઉપરાંત છે બીજા આ 5 ફાયદા
Benefits of Chachh: છાશને સ્વાસ્થ્યવર્ધક પીણુ ગણવામાં આવે છે. છાશ પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે તેનું કારણ છે તેમાં રહેલા તત્વો, આ તત્વો તમારા શરીરને વધુ તંદુરસ્ત બનાવે છે. છાશ બનાવવામાં કાળુ મીઠું, ધાણા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરાતો હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે.
Benefit of Butter Milk: ઊનાળો આવે ત્યારે ઠંડા પીણા અને આઈસક્રીમ ખાવાની દરેકને ઈચ્છા થાય, આમ તો અનેક ઠંડા પીણા અને આઈસ્ક્રીમની વેરાયટી બજારમાં મળી રહે છે પરંતું શ્રેષ્ઠ પીણામાં છાશની તુલનામાં કોઈ અન્ય વસ્તુ આવે તેમ નથી. ઊનાળામાં આપણે છાશ પીને રાહત મેળવીએ છીએ તો જાણો આ છાશ શરીર માટે ઘણી ગુણકારી છે.
છાશને સ્વાસ્થ્યવર્ધક પીણુ ગણવામાં આવે છે. છાશ પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે તેનું કારણ છે તેમાં રહેલા તત્વો, આ તત્વો તમારા શરીરને વધુ તંદુરસ્ત બનાવે છે. છાશ બનાવવામાં કાળુ મીઠું, ધાણા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરાતો હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે. આ વસ્તુઓથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થતું નથી.
છાશ પીવાના છે 5 મોટા ફાયદા
1. પાચનતંત્ર થાય છે મજબૂત
જો તમારી પાચનક્રિયા જેટલી સારી હશે તેટલું તમારું શરીર વધુ તંદુરસ્ત રહે છે. બપોરે જમ્યા પછી તમે છાશ પીઓ છો તમારા શરીરમાં ખાવાનું સારી રીતે પચી જાય છે. ખાટા ઓડકાર આવતા નથી. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે જઠરરસને વધારે છે. પાચનક્રિયા અને રોગપ્રતિકારક શક્તિ જેનાથી વધી જાય છે.
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી
2.એસિડિટીની સમસ્યા કરે છે દૂર
ઘણા લોકોને જમ્યા પછી એસિડિટીની સમસ્યા રહેતી હોય છે. એસિડિટીની સમસ્યા હોય તો છાશનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. દહીંમાંથી બનેલી છાશ તમારા પેટને ઠંડુ રાખશે અને બળતરાને શાંત પાડી દેશે. છાશ પીવાથી ઘણો આરામ મળે છે.
3.મસાલેદાર ભોજનની અસર કરે છે ઓછી
આજકાલ જંકફુડ અને મસાલેદાર ભોજન લોકોની દિનચર્યાનો હિસ્સો બની ગયો છે. મસાલેદાર ખોરાક ખાવાથી શરીરને બહુ નુકસાન થાય છે. જો મસાલેદાર ભોજન લીધા બાદ છાશ પીવામાં આવે તો મસાલેદાર ખોરાકની અસર ઓછી થઈ જાય છે. મસાલેદાર ભોજન ખાદ્યા બાદ સૌથી વધારે સમસ્યા પેટમાં બળતરાની રહે છે, છાશ બળતરા શાંત પાડવામાં મદદરૂપ રહે છે. દહીમાંથી બનેલી છાશ તીખાશ સામે લડવા માટે ઉત્તમ છે. પ્રોટિન તીખાશને સામાન્ય કરી નાખે છે અને પાચનતંત્રને ઠંડુ કરે છે.
આ પણ વાંચો: આ ફોટા જોઈ મહેતા સાહેબ અને પોપટલાલના ઉડી જશે હોશ: જેઠાલાલ ભૂલી જશે બબીતાને
આ પણ વાંચો: દેશની આ 2 ખાનગી બેંકના ગ્રાહકો સુપર હેપ્પી : પહેલાં કરતાં મળશે વધુ વ્યાજ
આ પણ વાંચો: ATM કાર્ડ ઘરે ભૂલી ગયા અને ખિસ્સામાં રોકડા નથી તો ફોન હશે તો પણ ચાલશે
4. વજન ઘટાડવામાં મદદરૂપ
જો તમારું વજન વધારે હોય અને વજન ઘટાડવા માગતા હોય તો વજન ઘટાડવામાં છાશ મદદરૂપ થાય છે. વજન ઘટાડવું હોય તો છાશનું સેવન કરશો તો ફાયદો થશે. તેલ, માખણ, ઘી તમારી અન્નનળી અને પેટને જકડી લે છે અને છાશ પીવાથી તમને રાહત થાય છે. છાશ વજન ઘટાડવામાં મદદરૂપ છે પણ તેનો મતલબ એ નથી કે તમે આડેધડ કોઈપણ ખોરાક લો.
5. શરીરમાં પાણીની ઘટને પૂર્ણ કરે
મનુષ્યને દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. શરીરમાં પાણીની માત્રા હોવી પણ તેટલી જરૂરી છે. ઊનાળામાં ઘણીવાર શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો ચક્કર આવવા જેવી, ઊલ્ટી થવી કે તાવની સમસ્યા થાય છે. છાશમાં પણ પાણીની માત્રા હોય છે. છાશ પીવાથી શરીરમાં પાણીની ઘટ પૂર્ણ થાય છે અને દિવસભર શરીરમાં તાજગી રહે છે.
6. કેલ્શિયમ ઉપરાંત હોય છે અનેક બીજા પોષક તત્વો
છાશમાં પ્રોટીન, પ્રોટેશિયમ અને વિટામીન બીનું સારું એવું પ્રમાણ હોય છે. આ દરેક તત્વોમાં મોટાપ્રમાણમાં વિટામીન, મીનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ પોષક તત્વોના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઊંઘ સારી આવે છે તથા બીજા પણ અનેક ફાયદા થાય છે.
આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: શ્રમ મંત્રાલયમાં નોકરી મેળવવા માગો છો તમારા માટે ગોલ્ડન તક, આ લોકો કરી શકે છે અરજી
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ
7.કોલેસ્ટ્રોલ અને બ્લ્ડપ્રેશર ઓછું કરે અને કેન્સર સામે રક્ષણ
છાશમાં રહેલી દૂધની ચરબીમાં બાયોએક્ટિવ પ્રોટિન હોય છે જેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, તેમાં એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીકાર્સિનજેનિક જેવા તત્વો હોય છે. એક સ્ટડી પ્રમાણે દરરોજ છાશ પીવાથી બ્લડપ્રેશર પણ ધીમે ધીમે ઓછું થાય છે.
8. ડિહાઈડ્રેશનની સ્થિતિમાં કારગત
જો તમે ગરમીમાં બહાર જતા હોય તો છાશની બોટલ ભરીને સાથે લેતા જાઓ અથવા ઘરે પાછ આવો ત્યારે ઠંડી છાશ પીવો. દહીં અને પાણીના આ મિશ્રણમાં મીઠું અને મસાલો નાખીની પીવો, શરીરમાં પાણીની માત્રા વધશે અને શરીરને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદરૂપ કરશે.
છાશ પીવી જરૂરી છે પરંતું તે છાશ તાજી હોય તે અતિ જરૂરી છે. જો તમે તાજી છાશ ન પીતા હોવ તો તમારા શરીરને ફાયદા થવાના બદલે નુકસાન પણ થઈ શકે છે.
આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો: LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube