દેશની આ 2 ખાનગી બેંકના ગ્રાહકો સુપર હેપ્પી : પહેલાં કરતાં મળશે વધુ વ્યાજ
તાજેતરના વધારા પછી HDFC બેંક હવે સામાન્ય લોકોને 3% થી 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 3.50% થી 7.60% સુધીના વ્યાજ દરો આપી રહી છે. HDFC બેંકની FD પરના નવા વ્યાજ દરો 21 ફેબ્રુઆરી, 2023થી અમલમાં આવ્યા છે.
Trending Photos
FD interest rates: RBIએ 8 ફેબ્રુઆરીએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. રેપો રેટમાં વધારા બાદ દેશની ઘણી સરકારી અને ખાનગી બેંકોએ તેમના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરમાં વધારો કર્યો છે. આ શ્રેણીમાં ખાનગી ક્ષેત્રની ICICI બેંક અને HDFC બેંકે FD પરના વ્યાજદરમાં વધારો કર્યો છે.
તાજેતરના વધારા પછી HDFC બેંક હવે સામાન્ય લોકોને 3% થી 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 3.50% થી 7.60% સુધીના વ્યાજ દરો આપી રહી છે. HDFC બેંકની FD પરના નવા વ્યાજ દરો 21 ફેબ્રુઆરી, 2023થી અમલમાં આવ્યા છે.
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી
એચડીએફસી બેંકના એફડી દરો
HDFC બેંક તેના ગ્રાહકોને 7 દિવસથી 14 દિવસની FD પર 3%, 15 થી 29 દિવસની FD પર 3%, 30 દિવસથી 45 દિવસની FD પર 3.50%, 46 થી 60 દિવસની FD પર 4.50% ઓફર કરી રહી છે. 61 દિવસથી 89 દિવસની FD પર 4.50% વ્યાજ આપવામાં આવશે. હવે બેંક 90 દિવસથી 6 મહિનાથી ઓછા સમયની FD પર 4.50% વ્યાજ, 6 મહિના 1 દિવસથી 9 મહિનાથી ઓછા સમયગાળાની FD પર 5.75% અને 9 મહિનાથી 1 વર્ષથી ઓછા સમયગાળાની FD પર 6% વ્યાજ ચૂકવશે.
ICICI બેંકે બલ્ક FD પર વ્યાજ વધાર્યું
ICICI બેંકે ફરી એકવાર બલ્ક FD પર વ્યાજ વધાર્યું છે. બેંકે FD પરનું વ્યાજ 2 કરોડ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા કરી દીધું છે. બેંકે અગાઉ 7 ફેબ્રુઆરીએ બલ્ક એફડી પર વ્યાજ વધાર્યું હતું. આ વખતે બેંકે બલ્ક FD પરના વ્યાજમાં મહત્તમ 0.25 ટકાનો વધારો કર્યો છે. બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 4.75 ટકાથી 7.15 ટકા સુધીનું વ્યાજ ચૂકવે છે. બેંક 15 મહિનાની FD પર સૌથી વધુ 7.15 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: શ્રમ મંત્રાલયમાં નોકરી મેળવવા માગો છો તમારા માટે ગોલ્ડન તક, આ લોકો કરી શકે છે અરજી
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ
ICICI બેંક બલ્ક FD દરો
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે - 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.75 ટકા
15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે - 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.75 ટકા
30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે - 5.50%; વરિષ્ઠ નાગરિકો માટે - 5.50 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે - 5.75%; વરિષ્ઠ નાગરિકો માટે - 5.75 ટકા
61 દિવસથી 90 દિવસ: સામાન્ય લોકો માટે - 6%; વરિષ્ઠ નાગરિકો માટે - 6 ટકા
91 દિવસથી 120 દિવસ: સામાન્ય લોકો માટે - 6.50%; વરિષ્ઠ નાગરિકો માટે - 6.50 ટકા
121 દિવસથી 150 દિવસ: સામાન્ય લોકો માટે - 6.50%; વરિષ્ઠ નાગરિકો માટે - 6.50 ટકા
151 દિવસથી 184 દિવસ: સામાન્ય લોકો માટે - 6.50%; વરિષ્ઠ નાગરિકો માટે - 6.50 ટકા
185 દિવસથી 210 દિવસ: સામાન્ય લોકો માટે - 6.65 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6.65 ટકા
211 દિવસથી 270 દિવસ: સામાન્ય લોકો માટે - 6.65 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6.65 ટકા
271 દિવસથી 289 દિવસ: સામાન્ય લોકો માટે - 6.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6.65 ટકા
290 દિવસ પરંતુ એક વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.75%; વરિષ્ઠ નાગરિકો માટે - 6.65 ટકા
1 વર્ષથી 389 દિવસ: સામાન્ય લોકો માટે - 7.15 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 7.15 ટકા
390 દિવસથી 15 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 7.15%; વરિષ્ઠ નાગરિકો માટે - 7.15 ટકા
15 મહિનાથી 18 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 7.15 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 7.15 ટકા
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00%; વરિષ્ઠ નાગરિકો માટે - 7.00 ટકા
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6.75 ટકા
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6.75 ટકા
આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો: LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે