Garlic Massage On Foot: ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે તેના પગના તળિયામાં લસણની માલિશ થઈ રહી છે. પ્રિયંકા ચોપડાનો આ વિડીયો વાયરલ થતાં લોકોના મનમાં પણ ઉત્સુકતા વધી છે આ અંગે જાણવાની. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂબ ઓછા લોકો જાણે છે કે પગના તળિયા પર લસણની માલિશ કરી શકાય છે. પગના તળિયામાં લસણની માલિશ કરવાના ફાયદા વિશે પણ ઓછા લોકો જાણતા હોય છે. આ ખૂબ જ જૂનો દેશી નુસખો છે જેને દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પણ અજમાવે છે. જો તમને ખબર ન હોય તો ચાલો તમને પણ જણાવીએ કે પગના તળિયામાં લસણથી માલિશ કરવાથી કયા કયા ફાયદા થાય છે. 


આ પણ વાંચો: રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી


પગના તળિયામાં લસણથી માલિશ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. આ દેશી નુસખાના કારણે ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. પગના તળિયામાં લસણની માલિશ કરવાથી શરીરમાં આવેલા સોજા અને તાવ જેવી સમસ્યામાં આરામ મળે છે. શરીરમાં થતા દુખાવાથી પણ લસણની માલિશથી રાહત મળે છે. જે પોસ્ટ પ્રિયંકા ચોપડાએ શેર કરી છે તેમાં એક તસવીરમાં દેખાય છે કે પ્રિયંકા ચોપડાને શૂટિંગ દરમિયાન કેટલીક ઇજાઓ થઈ હતી. 


પગના તળિયામાં લસણની માલિશથી થતા અન્ય ફાયદા 


આ પણ વાંચો: Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા સામેલ


- વરસાદી વાતાવરણમાં પગના તળિયામાં લસણ લગાડવાથી ઘણા ફાયદા થાય છે. પગના તળિયામાં લસણ લગાડવાથી ફંગસ ઇન્ફેક્શનથી બચી જવાય છે. ચોમાસા દરમિયાન ઘણી વખત પગના આંગણામાં પસ થઈ જતા હોય છે. જો પગના તળિયામાં લસણની માલિશ કરવામાં આવે તો આ પ્રકારના ઇન્ફેક્શન થતા નથી. તેના માટે કાચા લસણને અધકચરું વાટી પગના તળિયામાં ઘસવું જોઈએ. 


આ પણ વાંચો: Breast Cancer: સ્તનમાં ગાંઠ જ નહીં બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં આ 5 લક્ષણો પણ જોવા મળે


- પગના તળિયામાં લસણ ઘસવાથી શરદી-ઉધરસથી પણ આરામ મળે છે. પગના તળિયામાં લસણ રગડવાથી શરીરને ગરમી મળે છે અને વાતાવરણની ઠંડકના કારણે જે શરદી ઉધરસ થતા હોય તેનાથી રાહત મળે છે. 


- જે લોકોને બ્લડ સુગર લેવલ ઘણી વખત વધી જતું હોય તેમણે પણ લસણને અધકચરું વાટીને પગના તળિયામાં ઘસવું જોઈએ. લસણની માલિશ કરવાથી સુગર લેવલ ઝડપથી કંટ્રોલમાં આવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)