Ghee Khajur: શિયાળામાં નિરોગી રહેવાનો એકમાત્ર મંત્ર છે યોગ્ય ભોજન અને પોષણયુક્ત વસ્તુઓનું સેવન. આયુર્વેદમાં પણ એવી કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું શિયાળામાં સેવન કરવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને શરીર નિરોગી રહે છે. આયુર્વેદમાં વર્ષોથી એક ઉપચાર તરીકે ખજૂર અને ઘીનું સેવન કરવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં ખજૂર અને દેશી ઘીનું કોમ્બિનેશન શરીરને એનર્જી આપે છે અને હાડકા તેમજ સાંધાને મજબૂત બનાવે છે. આ સીઝનમાં નિયમિત રીતે ખજૂર અને ઘીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને પાચન સ્વાસ્થ્ય પણ સુધરે છે. આયુર્વેદમાં તો ઘીમાં પલાળેલી ખજૂર ખાવાનું કહેવામાં આવ્યું છે. ઘીમાં પલાળેલી ખજૂર ખાવાથી પાચન સુધરે છે, મૂડ સુધરે છે અને ઊંઘ સારી આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Cabbage Worm: આ વાત જાણી તમે મંચુરિયન, મોમોઝ અને નુડલ્સ ઝાપટતાં પહેલા સો વખત વિચારશો


ખજૂર અને ઘી ખાવાથી થતા ફાયદા


ખજૂરમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તે આયરનનો પણ સારો સોર્સ છે. તેને ખાવાથી શરીરને તુરંત એનર્જી મળે છે. આ જ કારણ છે કે રોજા ખોલવામાં પણ ખજૂર સૌથી પહેલા ખાવામાં આવે છે કારણ કે તેનાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. ખજૂર ખાવાથી બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. ઘીમાં પણ હેલ્ધી ફેટ હોય છે જે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને જાળવી રાખે છે. ઘીમાં એન્ટિઓક્સિડન્ટ અને લિનોલીક એસિડ હોય છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. આયુર્વેદ અનુસાર ઘી કફ અને વાત દોષને શાંત કરે છે સાથે જ ચિંતા અને સ્ટ્રેસથી પણ રાહત આપે છે.


આ પણ વાંચો: ચપટી સંચળ શરીરની આ સમસ્યાઓની કરી દેશે છુટ્ટી, જાણો દવા તરીકે કેવી રીતે કરવો ઉપયોગ


ઘી અને ખજૂર ખાવાથી મહિલાઓને થતા ફાયદા


ખજૂર અને ઘી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેનું સેવન કરવાથી મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓએ આ સિઝનમાં ખજૂર અને ઘીનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને શક્તિ મળે છે.


આ પણ વાંચો: કબજિયાત દુર કરવાથી લઈ વજન ઘટાડવાનું કામ કરે છે પપૈયું, આ સમયે ખાવાથી થશે વધુ ફાયદો


આ રીતે ડાયટમાં કરો સામે


ખજૂર અને ઘીથી થતા ફાયદાનો લાભ લેવા માટે ગરમ ઘીમાં ખજૂરને રાત્રે પલાળી દેવી. ઘીમાં પલાળેલી ખજૂરને સવારે નાસ્તામાં સામેલ કરવી. જોકે વધારે પ્રમાણમાં ખજૂર ખાવાથી બચવું જોઈએ નિયમિત રીતે બે પેશી ખજૂર ખાવી પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)