Cabbage Worm: આ વાત જાણી તમે બજારના મંચુરિયન, મોમોઝ અને નુડલ્સ ઝાપટતાં પહેલા 100 વખત વિચારશો..

Cabbage Worm: ટેપવોર્મ શરીરમાં ગયા પછી આંતરડાને પાર કરી લે તો રક્તની મુખ્ય ધારા વડે મગજ સુધી પહોંચી શકે છે. અને જો એક વખત ટેપવોર્મ મગજમાં પહોંચી જાય તો તેના કારણે બ્રેનફૉગ, માથામાં દુખાવો અને મગજમાં સોજા જેવી તકલીફ પણ થઇ શકે છે. 

Cabbage Worm: આ વાત જાણી તમે બજારના મંચુરિયન, મોમોઝ અને નુડલ્સ ઝાપટતાં પહેલા 100 વખત વિચારશો..

Cabbage Worm: કોબી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં થતો હોય છે. ઘરમાં પણ કોબીજ ને શાક તરીકે કે સલાડમાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે જ માર્કેટમાં મળતા મન્ચુરીયન, મોમોસ, નુડલ્સ જેવી આઈટમમાં પણ કોબીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે. જોકે ઘરે કોબીજનો ઉપયોગ થતો હોય તો તેમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું હોય છે તેથી તેનાથી શરીરને નુકસાન થતું નથી પરંતુ સ્ટ્રીટ ફૂડમાં જ્યારે કોબીજનો ઉપયોગ થાય છે તો તેમાં યોગ્ય રીતે સફાઈ થાય તે બાબતની કોઈ ગેરંટી હોતી નથી. 

કોબીજને જો યોગ્ય રીતે સાફ કરી ઉપયોગમાં લેવામાં આવે તો ફાયદો કરે છે પરંતુ જો તેને ઉપયોગમાં લેતા પહેલા સારી રીતે સાફ કરવામાં ન આવી હોય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં એવા કીટાણુ રહેલા હોય છે જે શરીરમાંથી મગજમાં પહોંચીને ગંભીર નુકસાન પણ કરી શકે છે.

એ વાત તો સૌ કોઈ જાણે છે કે કોબીજનો સૌથી વધુ ઉપયોગ સલાડ, મોમોસ, બર્ગર, સ્પ્રિંગ રોલ, મનચુરીયન, નુડલ્સ જેવી વસ્તુઓમાં થાય છે. પરંતુ નિષ્ણાંતો અનુસાર કોબીજનો ઉપયોગ કરતા પહેલા ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. કોબીજનો ઉપયોગ કરતી વખતે તેને સારી રીતે સાફ કરવી જરૂરી છે કારણ કે તેમાં ટેપ વોર્મ હોય છે જે વ્યક્તિના શરીરમાં પહોંચી જાય તો મગજને ગંભીર નુકસાન કરી શકે છે.

કોબીજમાં રહેલા ટેપવોર્મ શરીરમાં ગયા પછી આંતરડાને પાર કરી લે તો રક્તની મુખ્યા ધારા વડે મગજ સુધી પહોંચી શકે છે. અને જો એક વખત ટેપવોર્મ મગજમાં પહોંચી જાય તો તેના કારણે બ્રેનફૉગ, માથામાં દુખાવો અને મગજમાં સોજા જેવી તકલીફ પણ થઇ શકે છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ટેપવોર્મના કારણે કોબીજનો ઉપયોગ બંધ કરી દેવો તેવું કરવાની જરૂર નથી. પરંતુ કોબીજનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. જેમકે કોબીજના અંદરના પાનમાં ટેપવોર્મ છુપાયેલા હોય છે. તેથી કોબીનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે ધોવી અને પછી તેને પકાવીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કોબીજની અંદર રહેલા ટેપવોર્મને દૂર કરવા માટે જરૂરી છે કે તમે તેને ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો અને પછી જ તેનો ઉપયોગ કરો. 

જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર માત્ર કોબીજ નહીં કોઈપણ લીલા પાન વાળા શાકભાજીને ડાયરેક્ટ ઉપયોગમાં લેતા પહેલા તેને સારી રીતે પાણીમાં પલાળી રાખો પછી પાણીથી સાફ કરો અને પછી જ તેનો ઉપયોગ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news