Rainy Season: વરસાદમાં પલળ્યા પછી પણ નહીં પડો બીમાર, બસ આ 5 ટીપ્સ ફોલો કરજો
Health Care in Rainy Season: સીઝનનો પહેલો વરસાદ હોય તો નાના-મોટા સૌ કોઈને ભીંજાવું ગમે. પરંતુ ત્યારપછી વરસાદમાં પલળવું મુસીબત લાગે છે. કારણ કે વરસાદમાં પલળી ગયા પછી શરદી, ઉધરસ, તાવ જેવી બીમારી થઈ જતી હોય છે. ચોમાસામાં અણધાર્યો વરસાદ ક્યારેક ઈચ્છા ન હોય તો પણ પલાળી દે છે. આ સ્થિતિમાં બીમાર પડવાથી બચવા શું કરવું ચાલો તમને જણાવીએ.
Health Care in Rainy Season: ચોમાસા દરમિયાન મોટાભાગે લોકો પોતાની સાથે વરસાદથી બચાવ કરે તેવી વસ્તુઓ એટલે કે રેઈનકોટ, છત્રી વગેરે રાખતા હોય છે. જેથી અચાનક વરસાદ આવે તો પલળવું ન પડે. પરંતુ તેમ છતાં ઘણી વખત વરસાદમાં પલળી જવાની સ્થિતિ સર્જાય છે. વરસાદમાં પલળ્યા પછી મોટાભાગે શરદી, ઉધરસ અને અન્ય બીમારી થવાનું જોખમ વધી જાય છે. તેમાં પણ જો ધોધમાર વરસાદમાં આખા પલળી જવાય તો બીમાર પડવાનું લગભગ નક્કી હોય છે. જો વરસાદમાં પલળ્યા પછી પણ બીમાર પડવાથી બચવું હોય તો તેના માટેના અસરકારક ઉપાય આજે તમને જણાવીએ. વરસાદમાં જો પલળી જવાય તો તુરંત જ આ 5 કામ કરી લેવા. આ કામ કરી લેશો તો તમને શરદી ઉધરસ જેવી સમસ્યા ક્યારેય નહીં થાય.
આ પણ વાંચો: સફરજન કરતાં વધારે ગુણ હોય તેની છાલમાં, છાલના ઉપયોગ અને ફાયદા વિશે નહીં જાણ્યું હોય
તુરંત ભીના કપડા બદલો
વરસાદમાં પલળી ગયા પછી સૌથી પહેલા આ કામ કરવું જોઈએ. ભીના કપડાં તુરંત જ બદલી દેવા જોઈએ. જો ભીના કપડાને લાંબા સમય સુધી પહેરી રાખવામાં આવે તો તે શરીરનું તાપમાન ઘટાડે છે જેના કારણે શરદી, ઉધરસ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
ગરમ પાણીથી નહાવો
ઘણા લોકો આ ભૂલ કરતા હોય છે કે વરસાદનો પલળ્યા પછી કપડાં તો બદલે છે પરંતુ ન્હાવાનું ટાડે છે. વરસાદના ઠંડા પાણીમાં પલળી ગયા પછી ગરમ પાણીથી નહાવું ફાયદાકારક સાબિત થશે. ગરમ પાણીથી નહાશો તો શરીરને ગરમી મળશે અને શરદી થવાની શક્યતા ઘટી જશે.
આ પણ વાંચો: સવારે ગ્રીન ટી પીવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા,જાણીને તમે પણ ગ્રીન ટી પીવાનું કરશો શરુ
આદુ અને તુલસીની ચા
વરસાદમાં પલળી ગયા હોય તો પાણીમાં આદુ અને તુલસી ઉકાળી તેને પી લો. આદુ અને તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારી દેશે.
હળદરવાળું દૂધ
હળદરવાળું દૂધ એક સૌથી જૂનો નુસખો છે. પાણીમાં પલળી ગયા પછી ગરમ દૂધમાં હળદર ઉમેરીને પી લેવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. હળદરવાળું દૂધ પીવાથી શરીર અંદરથી ગરમ રહેશે અને બીમારીઓથી બચી શકાશે.
આ પણ વાંચો: Healthy Food: રોટલી કે ભાત... વજન ઘટાડવામાં અને ડાયાબિટીસમાં કઈ વસ્તુ વધારે સારી ?
સ્ટીમ લેવી
પલળી ગયા પછી શરદી ઉધરસથી બચવું હોય તો સ્ટીમ લઈ લેવી. સ્ટીમ લેવાથી નાક બંધ થવું અને ગળામાં સમસ્યા જેવી તકલીફ નહીં થાય. પાણીને તપેલામાં ઉકાળી તેમાં નીલગીરીનું તેલ ઉમેરીને સ્ટીમ લઈ લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)