Healthy Food: રોટલી કે ભાત... વજન ઘટાડવામાં અને ડાયાબિટીસમાં કઈ વસ્તુ વધારે સારી ? જાણો જવાબ

Healthy Food:ચોખા અને રોટલીને લઈને અલગ અલગ માન્યતા પણ પ્રવર્તે છે. પરંતુ હવે આ ચર્ચા પર વિરામ લાગી ગયો છે. નિષ્ણાંતોએ સ્પષ્ટ કરી દીધું છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ રોટલી સારો વિકલ્પ છે કે ચોખા..

Healthy Food: રોટલી કે ભાત... વજન ઘટાડવામાં અને ડાયાબિટીસમાં કઈ વસ્તુ વધારે સારી ? જાણો જવાબ

Healthy Food: ખાવા પીવાની કઈ વસ્તુ વધારે હેલ્ધી તેની ચર્ચામાં રોટલી અને ભાતની સરખામણી હંમેશા થાય છે. ભાત ખાવા સારા કે પછી રોટલી ખાવી તે મુદ્દો વર્ષોથી ચર્ચાનો વિષય છે. ખાસ કરીને એવા લોકો માટે જેમને વજન કંટ્રોલમાં રાખવું હોય અથવા તો જેમને ડાયાબિટીસ હોય તેમના માટે આ બંને વસ્તુ ખૂબ જ મહત્વની છે. ચોખા અને રોટલીને લઈને અલગ અલગ માન્યતા પણ પ્રવર્તે છે. પરંતુ હવે આ ચર્ચા પર વિરામ લાગી ગયો છે. નિષ્ણાંતોએ સ્પષ્ટ કરી દીધું છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ રોટલી સારો વિકલ્પ છે કે ચોખા. તો ચાલો તમે પણ જાણી લો.

રોટલી અને ભાતના પોષકતત્વો

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે રોટલીમાં ચોખા કરતા વધારે પોષક તત્વો હોય છે. જેમકે રોટલીમાં ચોખા કરતા વધારે મિનરલ્સ હોય છે. કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો રોટલી અને ચોખા બંનેમાં તે વધારે હોય છે પરંતુ રોટલીમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે જે સફેદ ચોખામાં નથી હોતું. પ્રોટીનની વાત કરીએ તો ચોખા અને રોટલીમાં લગભગ સરખું પ્રોટીન હોય છે. સફેદ ચોખામાં ફાઇબર અને ખનીજ ઓછા હોય છે તેના કારણે રોટલી એક સંતુલિત ભોજન ગણાય છે. ખાસ કરીને એવા લોકો જે પોતાનું વજન કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે તેમના માટે રોટલી સારો ઓપ્શન છે. 

ચોખા ભુખ વધારે છે 

ચોખા વિશે ડોક્ટરોનું કહેવું છે કે ચોખામાં સ્ટાર્ચ વધારે હોય છે અને શરીર સ્ટાર્ચને ઝડપથી પચાવે છે. જેના કારણે ભાત કે ચોખાથી બનેલી અન્ય વાનગી ખાધા પછી તરત જ ભૂખ લાગે છે. ચોખામાં કાર્બોહાઇડ્રેટ સાધારણ માત્રામાં હોય છે જે ઝડપથી પચી જાય છે. તે શરીરને તુરંત એનર્જી આપે છે પરંતુ આ એનર્જી પૂરી પણ ઝડપથી થઈ જાય છે. આ દ્રષ્ટિએ રોટલીમાં રહેલું ફાઇબર ધીરે ધીરે પચે છે જેના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી. 

વજન ઘટાડવું હોય તો રોટલી સારો ઓપ્શન 

ડોક્ટરોનું કહેવું છે કે જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમણે ડાયેટમાં રોટલીને ભાત કરતા વધારે મહત્વ આપવું જોઈએ. રોટલીમાં ફાઇબર હોય છે જે ભૂખને કંટ્રોલ કરે છે અને તેનાથી લાંબા સમય સુધી ભરેલું રહે છે. રોટલીમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ ચોખાની સરખામણીએ ઓછો હોય છે એટલે કે તે બ્લડ સુગરને પણ ઝડપથી વધારતી નથી. જે લોકોને ડાયાબિટીસ છે અને વજન પણ વધારે છે તેમના માટે પણ રોટલી સારો ઓપ્શન છે તેનાથી બ્લડ સુગર સ્થિર રહે છે. 

ડાયાબિટીસના દર્દી માટે રોટલી સારી 

ડાયાબિટીસના દર્દીઓ માટે ભાત કરતા રોટલી વધારે લાભકારક સાબિત થાય છે. રોટલીમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે અને ફાઇબર વધારે હોય છે જે બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે. જ્યારે સફેદ ચોખા બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news