નવી દિલ્લીઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈજ ખાવા-પીવાની ઈચ્છા નથી થતી. ગભરામણ પણ થતી હોય છે. અને એક પ્રકારે સતત આખો દિવસ બેચેની જેવું રહેતું હોય છે. હાલ લગભગ દરેક વ્યક્તિમાં આ ફરિયાદો સામાન્ય બની ગઈ છે.ખાસ કરીને ગુજરાતમાં દિવસેને દિવસે વધતી જતી ગરમીથી લોકોના હાલ બેહાલ છે. લોકો ગરમીમાં લૂથી બચવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. શરીરમાં ગરમી વધવા લાગે તો હિટસ્ટ્રોકની શક્યતા વધી જાય છે.શરીરને જરૂરથી વધારે ગરમી મળે તો શરીર બીમારીનું ઘર બની જાય છે. એટલે જ જરૂરી છે કે બોડીને ઠંડકનો પણ અહેસાસ થતો રહે. જ્યારે કાળઝાળ ગરમી પડી રહી હોય ત્યારે આપણે પોતાના ડાયટનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અને જો તેમાં બેદરકાર રહીએ તો પેટની હાલત ખરાબ થઈ શકે છે. આવો ત્યારે આજે એવા ફ્રૂટ વિશે જાણીએ જે શરીરને ઠંડુ રાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગળી-
ડુંગળી(Onion)ને ઘણી બધી બીમારીનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. ગરમીમાં જો તમે ડુંગળીને સીધી જ ખાઈ તો લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. ડુંગળીની તાસીર ઠંડક હોવાથી કાળઝાળ ગરમીમાં ડુંગળી શરીરને ખુબ જ ફાયદો આપે છે. ડુંગળીને સલાડના રૂપે લેવાથી વધારો ફાયદો થાય છે. 


દુધી-
દુધી (Bottle Gourd)ની તાસીર જ ઠંડક હોય છે કારણ કે દૂધીમાં પાણીનો ભાગ પુષ્કળ પ્રમાણમાં હોય છે. દૂધીનું સેવન વધારવાથી પાચનતંત્ર સારુ થાય છે અને પેટની સમસ્યા ઉભી થતી નથી. દૂધીને રાંધતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેલનું પ્રમાણ વધારે ન હોય. અને જો તમે દૂધીનું જ્યુશ પીવાનું રાખો તો આપણા શરીરને તેનાથી ખુબ ફાયદો મળે છે. 


કાકડી-
કાકડી (Cucumber) ફાઈબરનો સૌથી મોટો સોર્સ છે. એટલું જ નહીં કાકડીમાં પાણીની માત્રા પણ ખુબ જ વધારે હોય છે. તેથી કાકડી ખાવાથી શરીરમાં પાણીની ઘટ થતી નથી. કાકડી શરીરને ખુબ જ ઠંડક આપે છે. આપણે તેને ડાયરેક્ટ અથવા તો સલાડ તરીકે પણ લઈ શકીએ છીએ. 


દહીં-
દહીં (Curd)ને સ્વાસ્થ્ય માટે ખજાનો માનવામાં આવે છે. દહીંને ઘણી બધી રીતે ખાઈ શકાય છે. દહીં ગરમીના મૌસમમાં પેટને ઠંડક પહોંચાડે છે. જેનાથી પેટમાં થનારી સમસ્યાઓથી બચી શકાય છે. આપણે દહીંને સુધી જ ખાઈ શકીએ છીએ. અથવા તો છાસ અને લસ્સી બનાવીને પણ લઈ શકાય છે. 


પુદીનો-
પુદીના (Mint)ને ગરમીનું ડાયટ માનવામાં આવે છે. પુદીનાની તાસીર ઠંડક હોય છે. તમે જો લીંબુ પાણીમાં પુદીનાને ભેળવીને પીઓ તો ગણતરીની મિનિટોમાં જ તાજગીનો અહેસાસ થવા લાગે છે. અને તેમાં પણ જો પુદીનાની ચટણી બનાવીને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ખુબ જ ફાયદો થાય છે.