Healthy Lifestyle: ચીનના વુહાનથી દુનિયાભરમાં પ્રસરેલાં કોરોના વાયરસે લોકોને કઈ રીતે જીવવું તે શીખવી દીધું છે. એટલું જ નહીં કોરાનાકાળમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ થયા છે. ત્યારે આ આર્ટીકલમાં હેલ્થ રિલેટેડ આવી જ મહત્ત્વની એક વાત કરવામાં આવી છે. મોટા ભાગે નિષ્ણાતો ખાલી પેટ એવી વસ્તુ ખાવાની સલાહ આપતા હોય છે જે ના માત્ર આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ આપની અનેક તકલીફોથી પણ આપને દૂર રાખે છે. તેવામાં કેટલાક લોકો રોજ સવારે ઉઠીને ખાલી પેટ તાંબાનું પાણી પીતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે માત્ર તાંબાનું પાણી નહીં પણ માટલાનું પાણી પણ એટલુ જ ઉપયોગી છે. આજે અમે આપને એ જણાવી શું કે જો આપ ખાલી માટે માટલાનું પાણી પીવો છો તો આપને શું ફાયદા થઈ શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  શું તમારા રસોડામાં પણ ફરે છે વંદા? કોકરોચથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય

વાસી મોઢે કયુ પાણી ના પીવુ જોઈએ?
આપને જણાવી દઈએ કે આપે વાસી મોઢે ફ્રિજનું પાણી ના પીવું જોઈએ. ફ્રિઝનું પાણી આપના સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ખાલી પેટ ફ્રિઝનું પાણી પીવે છે તો તે વ્યક્તિના ના માત્ર પાચન તંત્ર પર અસર પડે છે પણ વ્યક્તિને પેટની પણ અનેક તકલીફો થઈ શકે છે. ફ્રિઝનું પાણી પીવાથી વ્યક્તિના આંતરડાઓમાં સોજો આવી શકે છે. એટલુ જ નહીં પણ કબજિયાત તેમજ અપચો પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ  શું તમારા બાળકને પણ માટી ખાવાની આદત છે? આ ઉપાયથી તરત છૂટી જશે આદત

ખાલી પેટ કયું પાણી પીવુ જોઈએ?
આપને જણાવી દઈએ કે સવારે ઉઠીને વાસી મોઢે માટલાનું પાણી પીવુ જોઈએ. માટલાનું પાણી પીવાથી ના માત્ર શરીર હાઈડ્રેટેડ રહે છે પણ તેનાથી શરીરના તાપમાનમાં ઘટાડો કરી શકાય છે. માટલાનું પાણી શરીરનું ઠંડુ રાખે છે. તેમજ શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને પણ બહાર કાઢવામાં મદદગાર સાબિત થાય છે. માટલાનું પાણી પીવાથી શરીરમાં પિત્ત પણ સંતૂલિત રહે છે. તેવામાં ખાલી પેટ સવારે માટલાનું પાણી પીવુ ખુબ ફાયદાકારક છે. તબીબી નિષ્ણાતો અને આર્યુર્વેદમાં જણાવ્યા અનુસાર સવારે ઉઠીને માટલાનું પાણી પીવુ જોઈએ. ફ્રિઝનું પાણી ના પીવુ જોઈએ. આપ ઈચ્છો તો તાંબાનું પાણી પી શકો છો.

આ પણ વાંચોઃ  શરીર પર આ 7 નિશાન વાળી મહિલાઓ હોય છે કિસ્મતવાળી, દરેક જગ્યાએ થાય છે સફળ

આ પણ વાંચોઃ  સૌથી ઘાતક વાયરસ કયો? કોરોનાથી મંકીપોક્સ સુધી...દુનિયાભરમાં કહેર મચાવી ચૂક્યા છે આ 8 ખતરનાક વાયરસ

આ પણ વાંચોઃ  શરીરમાં લોહીની ઉણપ છે? ડરો નહીં, આ નાનકડી વસ્તુના સેવનથી થશે ભરપુર રક્તનો સંચાર

આ પણ વાંચોઃ  વિદેશ જતા પહેલાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પરેશાનીઓનો પાર નહીં રહે